29 જૂને હિંસાગ્રસ્ત મણિપુરની મુલાકાત કરે તેવી સંભાવના

મણિપુરમાં ચાલી રહેલી હિંસાની વચ્ચે કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી રાજ્યની મુલાકાત કરે તેવી શક્યતા છે. સૂત્રોના જણાવ્યા મુજબ રાહુલ ગાંધી 29 જૂને હિંસાગ્રસ્ત મણિપુર જઈ શકે છે. કોંગ્રેસ અને અન્ય વિપક્ષો પૂર્વોતર રાજ્યમાં ચાલી રહેલી હિંસાને લઈને વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર હુમલો કરી રહ્યાં છે. વિપક્ષનો દાવો છે કે પીએમ મોદી મણિપુર હિંસાને લઈને કઈંજ બોલી રહ્યાં નથી.

CM પદેથી બિરેન સિંહને હટાવવા જોઈએ : ખડગે

કોંગ્રેસના અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ સોમવારે કહ્યું કે સમગ્ર દેશ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની મણિપુર પરની વાત સાંભળવા માટે રાહ જોઈ રહ્યો છે અને સૌથી પહેલા તેમણે મુખ્યમંત્રી એન બીરેન સિંહને તેમના પદેથી હટાવી દેવા જોઈએ. તેમણે કેન્દ્ર સરકારને એ પણ આગ્રહ કર્યો કે મણિપુરમાં તમામ પક્ષો સાથે વાત કરીને સમાધાન શોધવું જોઈએ.

છેલ્લા 55 દિવસમાં વડાપ્રધાન મણિપુર પર એક શબ્દ બોલ્યા નથી : ખડગે

મલ્લિકાર્જુન ખડગેએ ટ્વિટ કર્યું છે કે એવા સામાચાર છે કે અંતે ગૃહમંત્રી અમિત શાહે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે આ મુદ્દે વાત કરી છે. છેલ્લા 55 દિવસમાં વડાપ્રધાન મણિપુર પર એક શબ્દ બોલ્યા નથી. તેમણે કહ્યું કે જો મોદીજી ખરેખર મણિપુર વિશે કઈંક વિચારતા હોય તો સૌથી પહેલા પોતાના મુખ્યમંત્રીને હટાવી દે. ઉગ્રવાદી સંગઠનો અને અસામાજિક તત્વોની પાસેથી હથિયારો જપ્ત કરી લે. તમામ પક્ષા સાથે વાતચીત શરૂ કરે અને રસ્તો