વેસ્ટઈંડીઝ સામે બે મેચોમાં ટેસ્ટ સીરીઝ માટે જેવી ટીમ ઈન્ડિયાની જાહેરાત કરવામાં આવી ત્યાર બાદ કેટલાય ખેલાડીઓના ચહેરા પર મુસ્કુરાહટ જોવા મળતી હતી, તો કેટલાક નિરાશ દેખાઈ રહ્યા હતા. નિરાશ થનારા ખેલાડીઓના લીસ્ટમાં સૌથી ઉપર સરફરાઝ ખાન હશે, જે છેલ્લા 3 વર્ષથી સતત સ્થાનિક ક્રિકેટમાં તેનું પ્રદર્શન શાનદાર જોવા મળી રહ્યું છે પરંતુ તેમ છતાં તેને ટેસ્ટ ટીમમાં સ્થાન આપવામાં આવ્યું નથી. સુનીલ ગાવસ્કર જેવા દિગ્ગજ ખેલાડીઓએ પણ આ મુદ્દે ફરી સવાલો ઉભા થયા છે. જો કે પાકિસ્તાનના પુર્વ વિકેટ કિપર કામરાન અકમલે પણ સરફરાજનું સિલેક્શન ન થવા પર મહત્વની વાત કરી હતી. 

છેલ્લા ત્રણ વર્ષથી સ્થાનિક ક્રિકેટમાં શાનદાર પ્રદર્શન કરી રહ્યો છે

નિરાશ ખેલાડીઓની યાદીમાં સૌથી ઉપર કદાચ સરફરાઝ ખાન હશે, જે છેલ્લા ત્રણ વર્ષથી સ્થાનિક ક્રિકેટમાં શાનદાર પ્રદર્શન કરી રહ્યો છે, પરંતુ તેમ છતાં તેને ટેસ્ટ ટીમમાં સ્થાન નથી મળી રહ્યું. સુનીલ ગાવસ્કર જેવા દિગ્ગજ ખેલાડીઓએ પણ આ મુદ્દે સવાલો ઉઠાવ્યા છે.

કામરાન અકમલે તેની યુટ્યુબ ચેનલ પર સરફરાઝ, ઉમરાન મલિકની સાથે સાથે રોહિત શર્માની કેપ્ટનશીપ પર પણ કોમેન્ટ કરવામાં આવી છે. રોહિત શર્મા વિશે તો સરફરાઝ ખાને તો એવું કહ્યુ કે તેને વિરાટ કોહલી પાસેથી શીખવુ જોઈએ. આવો જાણીએ કે કામરાન અકમલે ખરેખરે શું કહ્યું હતું.

સરફરાજ ખાનને એક મોકો આપવો જોઈએ: કામરાન અકમલ 

વેસ્ટઈંડીઝના પ્રવાસ માટે ટીમ ઈન્ડિયાની પસંદગી કરવામાં આવી તે પછી કામરાન અકમલે કહ્યુ કે, ભારતમાં ઘણીવાર પસંદગી પછી એક- બે ખેલાડીઓ ઉપર દબાણ કરવામાં આવતું હોય છે. અને તેમાનો એક ખેલાડી સરફરાઝ ખાન છે કે જેનું પ્રદર્શન શાનદાર રહ્યુ હોવા છતા તેને મોકો આપવામાં ન આવ્યો. 

સરફરાઝને પ્લેઈંગ ઈલેવનમાં મોકો નહોતો મળ્યો

અકમલે કહ્યું કે તેઓ જાણતા હતા કે સરફરાઝને પ્લેઈંગ ઈલેવનમાં મોકો નહોતો મળ્યો, પરંતુ તેણે ટીમ સાથે હોવું જોઈએ. કામરાન અકમલે કહ્યું કે સરફરાઝને વેસ્ટ ઈન્ડિઝ પ્રવાસમાં મોકો આપી શકાય તેમ હતો..

રોહિત પર ઉઠાવવામા આવ્યા સવાલો

કામરાન અકમલે રોહિત શર્માની કેપ્ટનશીપ પર પણ સવાલો ઊભા થયા હતા. કામરાનના કહેવા પ્રમાણે રોહિતને મેદાન પર તેનું પ્રદર્શન દેખાડવું જોઈએ, તેની પાસે મોકો છે. રોહિત શર્માએ કેપ્ટન વિરાટ કોહલીની જેમ મેદાન પર એક્ટિવ રહેવું પડશે. આ સિવાય કામરાન અકમલે વેસ્ટઈંડીઝમાં ઉમરાન અકમલને હિટ થવાની વાત પણ કરી હતી. તેના કહેવા પ્રમાણે ઉમરાનને ત્યાં રિવર્સ સ્વિંગ મળી શકે છે.

By admin