આ સંદર્ભે તેમણે વધુમાં જણાવ્યું હતું કે શનિવારે રાત્રે ૯.૪૦ વાગ્યે અહીંના ગોદામમાં આગ લાગી હતી જે ઝપાટાભેર અન્ય ગોદામોમાં ફેલાઈ ગઈ હતી. આ ગોદામમાં ટી.વી. ફ્રિઝ, વોશિંગ મશીન, એ.સી.નો મોટો જથ્થો સંગ્રહિત કરવામાં આવ્યો હતો જે નાશ પામ્યો હતો. આગની આ ઘટના પર ૧૫ કલાક બાદ બીજા દિવસે આગ પર કાબૂ મેળવવામાં આવ્યો હતો.

આ સંદર્ભે ફાયર બ્રિગેડના સૂત્રોનુસાર આ ગોદામોમાં ઈલેકટ્રીકલ અને ઈલેકટ્રોનિક્સ આઈટમ મોટા પ્રમાણમાં સ્ટોર કરવામાં આવી હોવાથી કોમ્પ્રેસર ફાટવાને લીધે વારંવાર ધડાકાઓ થતા હતા. આ ઘટનામાં ટીવી, ફ્રીઝ, એ.સી. અને વોશિંગ મશીનનો મોટો જથ્થો બળીને ખાખ થઈ ગયો હતો.

By admin