ઓવૈસીની રેલીમાં ‘ઔરંગઝૈબ અમર રહે’ ની નારેબાજી,

પોતાના નિવેદનોને લઈને ચર્ચામાં રહેનાર ઓલ ઈન્ડિયા મજલિસ-એ-ઈત્તેહાદુલ મુસ્લિમીન (AIMIM) ના ચીફ અસદુદ્દીન ઓવૈસી ફરી એકવાર ચર્ચામાં છે. મહારાષ્ટ્રના બુલઢાણામાં અસદુદ્દીન ઓવૈસીની રેલીમાં કથિત રીતે ‘ઔરંગઝેબ અમર રહે’ ના નારા લાગ્યા હતા. આ અંગે પોલીસે તપાસ શરૂ કરી છે.

મામલો શું છે? 

બુલઢાણામાં શનિવારે (24 જૂન) સાંજે સાંસદ ઓવૈસીની પાર્ટી AIMIMની બેઠક હતી. જેમાં અસદુદ્દીન ઓવૈસી પોતાનું ભાષણ આપી રહ્યા હતા. જેમાં ઔરંગઝેબ માટે સૂત્રોચ્ચાર શરૂ થયા. તેમાં નારા લગાવાયા હતા કે ‘જબ તક સૂરજ ચાંદ રહેગા, ઔરંગઝૈબ તેરા નામ રહેગા.’

પોલીસનું શું કહેવું છે?

બુલઢાણા પોલીસ કહે છે, આ કેસ સંબંધિત વીડિયો અમારી પાસે આવ્યા છે. અમે તપાસ કરી રહ્યા છીએ. કાયદાકીય અભિપ્રાય પણ લેવાશે. હજુ સુધી કોઈએ ફરિયાદ કરી નથી. ફરિયાદ મળ્યા બાદ અને કાયદાકીય અભિપ્રાયના આધારે કાર્યવાહી કરવામાં આવશે.

ઔરંગઝેબને લઈને રાજનીતિ ઉગ્ર બની

તે જ સમયે, ઔરંગઝેબને લઈને મહારાષ્ટ્રમાં રાજકારણ તેજ થઈ ગયું છે. શિવસેના યુબીટી ચીફ અને પૂર્વ મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેના આવા જ કેટલાક હોર્ડિંગ્સ મુંબઈના રસ્તાઓ પર લગાવવામાં આવ્યા હતા, જેમાં ઉદ્ધવ ઠાકરે અને વંચિત બહુજન અઘાડીના વડા પ્રકાશ આંબેડકર સાથે ઔરંગઝેબની તસવીર જોવા મળી હતી.