વડોદરા શહેર વાડી વિધાનસભાના અલ્પકાલીન વિસ્તારોકોની માર્ગદર્શન કાર્યશાળા આજે યોજાઇ હતી જેમાં શહેર ભાજપ પ્રમુખે ઓચિંતી મુલાકાત લઈ કાર્યકર્તાઓની ઓછી સંખ્યાની ગંભીર નોંધ લીધી હતી જેથી કાર્યકર્તાઓમાં ચર્ચાનો વિષય બન્યો છે.
વડોદરા શહેર વિધાનસભા બેઠકના અલ્પકાલીન વિસ્તારકોની માર્ગદર્શક કાર્ય શાળા આજે વારસિયા વિસ્તારમાં લીલાશા હોલ ખાતે યોજાઇ હતી જેમાં કાર્યકર્તાઓને પ્રદેશ પ્રમુખ અને પ્રદેશના પ્રભારીએ વિડિયો કોન્ફરન્સ કરીને માર્ગદર્શન પણ આપ્યું હતું.
વડોદરા શહેર વિધાનસભાની બેઠક પ્રમાણે વિસ્તારકોના માર્ગદર્શન માટે યોજાયેલી કાર્યશાળાનો કાર્યક્રમ ચાલુ હતો તે દરમિયાન અચાનક શહેર ભાજપ પ્રમુખ પહોંચી ગયા હતા, જ્યાં તેઓએ 30 થી 40% કાર્યકર્તાઓની હાજરી નિહાળતા તેઓએ નારાજગી વ્યક્ત કરી હતી.
આ કાર્યક્રમ દરમિયાન તમામ કાર્યકર્તાઓ માટે ભોજનની વ્યવસ્થા રાખી ન હતી પરંતુ નાસ્તાની વ્યવસ્થામાં પણ નાસ્તો ખૂટી ગયો હતો એટલું જ નહીં કેટલાક ગણતરીના સિનિયર કાર્યકર્તાને માટે જમવાની વ્યવસ્થા કરવામાં આવી હતી જેમાં માત્ર એક જ કોર્પોરેટરને હાજરી આપવા માટે જણાવ્યું જ્યારે અન્ય કોર્પોરેટરો અને વોર્ડના હોદ્દેદારોને નહીં બોલાવતા કાર્યકર્તાઓમાં ચર્ચાનો વિષય બન્યો હતો.