કેસમાં સેશન્સ કોર્ટે પૂર્વ IPS આર.બી. શ્રીકુમારની અરજી ફગાવી

2002ના રમખાણો બાદ ગુજરાતને બદનામ કરવાના કેસમાં સેશન્સ કોર્ટે પૂર્વ IPS આર.બી. શ્રીકુમારને કેસમાંથી મુક્તિ આપવાની અરજીને ફગાવી દીધી છે. ગુજરાત રમખાણો અને તત્કાલિક મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીને બદનામ કરવા મામલે  તિસ્તા સેતલવાડ, આર.બી. શ્રીકુમાર અને સંજીવ ભટ્ટ સામે ગુનો નોંધાયો હતો. આ મુદ્દે કોર્ટમાં સુનાવણી ચાલી રહી છે. આ કેસ ફાઇલ થયા બાદ તેમાં થયેલા સોગંદનામામાં અનેક ચોંકાવનારી વિગતો સામે આવી હતી. 

કેસમાંથી મુક્ત કરવા સેશન કોર્ટમાં અરજી કરી
પૂર્વ IPS આર.બી. શ્રીકુમારે સમગ્ર કેસમાંથી મુક્ત કરવા સેશન કોર્ટમાં અરજી કરી હતી. જો કે આ અરજીનો રાજ્ય સરકાર તરફથી સરકારી વકીલે વાંધો ઉઠાવ્યો હતો. આર.બી શ્રીકુમારે કોર્ટમાં અરજી કરી હતી કે તેમની સામે પૂર્વગ્રહ રાખીને આ કેસમાં નામ જોડવામાં આવ્યું છે. તેમની સામે કોઇ કેસ બનતો ન હોવાથી તેઓને દોષમુક્ત કરવામાં આવે. 

IPS શ્રીકુમારની ડિસ્ચાર્જ અરજી ફગાવવાનો નિર્ણય
શ્રીકુમાર દ્વારા કરવામાં આવેલી અરજી  પર ગત 12 જુનના રોજ દલીલો પૂર્ણ થઇ ગઇ હતી. બંને પક્ષોએ ધારદાર દલીલો કરવામાં આવી હતી. ત્યારબાદ દલીલો પૂર્ણ થયા બાદ આજે સેશન્સ કોર્ટે IPS શ્રીકુમારની ડિસ્ચાર્જ અરજી ફગાવવાનો નિર્ણય લીધો હતો. હવે આ કેસની વધુ સુનાવણી 26 જુન સોમવારના રોજ હાથ ધરવામાં આવશે.