કર્ણાટકની સિદ્ધારમૈયા સરકાર 200 યુનિટ ફ્રી વિજળી આપી રહી છે. આ દરમિયાન એક ચોંકાવનારો મામલો સામે આવ્યો છે. ત્યાં કોપ્પલમાં એક નાની ઝૂંપડીમાં રહેતા 90 વર્ષીય મહિલાને વિજળી વિભાગે એક લાખ રૂપિયાનું બિલ મોકલી દીધુ. જાણકારી અનુસાર તેમની ઝૂંપડીમાં માત્ર 2 એલઈડી બલ્બ લાગેલા છે.

કોપ્પલના ભાગ્યનગરમાં ઝૂંપડીમાં પોતાના પુત્ર સાથે રહેતી ગિરિજમ્માનું વિજળીનું બિલ સામાન્યરીતે લગભગ 70 કે 80 રૂપિયા દર મહિને આવતુ હતુ પરંતુ મે મહિનામાં વિજળી વિભાગે તેમને 1,03,315 રૂપિયાનું બિલ મોકલી દીધુ જ્યારે તેમને આ બિલ આપવામાં આવ્યુ તો તેમના પગ નીચેથી જમીન ખસી ગઈ. વૃદ્ધ મહિલાને ભાગ્ય જ્યોતિ યોજના હેઠળ વિજળી કનેક્શન મળ્યુ હતુ, જેનો ઉદ્દેશ્ય ઝૂંપડપટ્ટીમાં, ગરીબી રેખા નીચે જીવતા લોકોને ઓછામાં ઓછા ખર્ચે વીજળી પૂરી પાડવી. 

મામલો સામે આવ્યા બાદ તાત્કાલિક વિજળી વિભાગના અધિકારી તેમના ઘરે પહોંચ્યા. તેમણે જાણ્યુ કે મીટરમાં ભૂલ હતી. જે શખ્સ મીટર રીડિંગ કરવા આવ્યો હતો. તેને પણ ભૂલ કરી હતી. જોકે બાદમાં અધિકારીઓએ તેમને બિલની ચૂકવણી ન કરવાનુ કહ્યુ અને આશ્વાસન આપ્યુ કે તેઓ આને બદલી દેશે.

અમુક દિવસ પહેલા દક્ષિણ કન્નડ જિલ્લાના હોસ્પિટલમાં પણ એક ઘરના 7 લાખ રૂપિયાનું વિજળી બિલ આવ્યુ હતુ જ્યારે આ બિલ મકાન માલિક સદાશિવ આચાર્યને મળ્યો તો તેઓ પરેશાન થઈ ગયા. જોકે ફરિયાદ બાદ જ્યારે અધિકારીઓએ તપાસ કરી તો તેમણે બિલમાં ભૂલને સ્વીકારતા સુધારી દીધુ હતુ.

By admin