રાજકુમારીએ દીકરીને આપ્યો જન્મ, નામ રાખ્યુ ‘હિંદ

શેખા લતીફાની દીકરીનો જન્મ મેં મહિનામાં થયો હતો. પરંતુ હવે એક મહિનાથી વધુ સમય બાદ આ સમાચાર દુનિયાને આપ્યા છે. આ ઉપરાંત એક સુંદર પોસ્ટ પણ ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરી છે.

દુબઈના શાસક અને વડાપ્રધાન શેખ મોહમ્મદ બિન રાશિદ અલ મકતૂમની પુત્રી શેખા લતીફા બિન્ત મોહમ્મદ બિન રાશિદ અલ મકતૂમે દીકરીને જન્મ આપ્યો છે.

જોકે, શેખા લતીફાએ મેં મહિનામાં દીકરીને જન્મ આપ્યો હતો પરંતુ દીકરીની ફોટો ઈન્સ્ટાગ્રામ પર હમણા પોસ્ટ કરવામાં આવી છે. શેખા લતીફા દુબઈ કલ્ચર એન્ડ આર્ટ્સ ઓથોરિટીની ચેરપર્સન અને દુબઈ કાઉન્સિલની સદસ્ય છે.

મહત્વની વાત એ છે કે, શેખા લતીફાએ તેમની દીકરીનું નામ ભારત સાથે મળતુ ‘હિંદ’ રાખ્યુ છે. શેખા દુબઈના શાસક મોહમ્મદ બિન રાશિદ અલ મકતૂમની દીકરી છે.

દુબઈ કોમ્યુનિટી ડેવલપમેન્ટ ઓથોરિટીના ડાયરેક્ટર જનરલ હેસા બિન્ત ઈસા બુહુમૈદે બાળકીના જન્મ બદલ શેખા લતીફાને અભિનંદન પાઠવ્યા હતા. શેખ લતીફાએ 2016માં શેખ ફૈસલ સઉદ ખાલિદ અલ કાસિમી સાથે લગ્ન કર્યા હતા. 

શેખ મોહમ્મદે 2019માં શેખા લતીફાને દુબઈ કલ્ચર એન્ડ આર્ટસ ઓથોરિટી (દુબઈ કલ્ચર)ના અધ્યક્ષ તરીકે નિયુક્ત કર્યા.