ઘરમાં રાખેલા ગોલ્ડને વેચવા માટે કરવુ પડશે આ કામ,

હવે મહિલાઓ પોતાના જૂના સોનાના દાગીના દેશના જ્વેલર્સને વેચી શકશે નહીં. સરકારે સોનાના હોલમાર્કિંગ, સોનાની ખરીદી અને વેચાણ માટે નિયમો જાહેર કર્યા છે. ભારત સરકારે તાજેતરમાં જ સોનાના આભૂષણો અને અન્ય સોનાના ઉત્પાદનોના વેચાણ અંગે નવી માર્ગદર્શિકા બહાર પાડી છે.

1 એપ્રિલ 2023થી સરકાર ગોલ્ડ ખરીદવા અને વેચવાના નિયમમાં વધુ એક બદલાવ કર્યો છે. સોના ખરીદ-વેચાણ માટેના નિયમોનું પાલન કરવુ અનિવાર્ય છે. આમ ન કરનારા લોકો પર કાનુની કાર્યવાહી થઇ શકે છે.

સરકારે ગોલ્ડ ખરીદતા અને વેચવાની પારદર્શિતા લાવવા માટે હૉલમાર્કિંગના નિયમોને અનિવાર્ય બનાવી દીધા હતા. 1 એપ્રિલથી બધી જ ગોલ્ડ જ્વેલરી પર હૉલમાર્કની વિશેષ ઓળખ સંખ્યા (HUID)નંબર અનિવાર્ય છે. HUID નંબર દરેક સોનાના ઉત્પાદનને વિશિષ્ટ ઓળખ આપે છે. આ સાથે તેની શુદ્ધતા વિશે પણ માહિતી આપે છે. 

પહેલાં 4 અંકોવાળી હૉલમાર્કિંગ હતી, જે બાદમાં બદલાઇને 6અંકોનો કરવામાં આવ્યો હતો. તમારે તમારી ગોલ્ડની જ્વેલરી પર હૉલમાર્કિંગ કરાવવી પડશે. જો કે, આના માટે એટલા  પૈસા નહીં થાય. 

ગ્રાહકો માટે બીજો વિકલ્પ BIS-માન્યતા પ્રાપ્ત હોલમાર્કિંગ કેન્દ્રોમાંથી કોઈપણ પર જ્વેલરીનું પરીક્ષણ કરાવવાનો છે. 

એક પીસ જ્લેવરી માટે 45 રુપિયા ખર્ચ કરવા પડશે. તો બીજી બાજુ જો તમે એક સાથે 5 પીસની હૉલમાર્કિંગ કરાવો છો તો 200 રૂપિયા ફીસ આપવી પડશે. 

હૉલમાર્કિંગ બાદ તમને એક સર્ટીફિકેટ મળી જશે. આ સર્ટીફિકેટ બતાવીને તમે ઇચ્છો ત્યારે પોતાની જ્વેલરી વહેચી શકો છો. તમે કોઇપણ BIS માન્યતા પ્રાપ્ત જ્વેલર્સની પાસે જઇને પોતાના જુના ઘરેણાંમાં હોલમાર્ક લગાવી શકો છો.