બિપરજોયની અસર કેટલાય રાજ્યોમાં જોવા મળી છે. અને તેની સૌથી વધારે અસર દરિયાકાંઠાના રાજ્યોમાં જોવા મળી રહી છે. દરિયા કિનારે વસેલા ગામો- શહેરોમાં આ વાવાઝોડાની ભયંકર અસર જોવા મળી છે. ત્યા જોરદાર પવન, આંધી અને વરસાદના કારણે ફોરવ્હીકલમાં એટલે કા ખાસ કરીને કારોમાં ભારે નુકસાન પહોચ્યું છે. કેટલીકવાર તોફાન અને ભારે પાણીના કારણે કારમાં ભારે નુકસાન વેઠવાનો વારો આવે છે. અને આ રીતે થયેલ નુકસાન પર ઈન્સ્યોરન્સ કંપનીઓ કલેમ ચુકવવાની ના પાડી દેતા હોય છે ત્યારે આવા સમયે તમે એડ-ઓન પ્લસનો ઉપયોગ કરી લાખોના ખર્ચમાથી બચી શકો છો.
ઈન્સ્યોરન્સ કંપનીની પોલીસીમાં એન્જિન, ગેરબોક્સ, ટાયરમાં થનારા નુકસાન કવર કરતી હોય છે
ઈન્સ્યોરન્સ કંપનીઓના કહેવા પ્રમાણે ઈન્સ્યોરન્સ પોલીસી એન્જિન, ગેરબોક્સ, ટાયરમાં થનારા નુકસાન કવર કરતી હોય છે. ચોમાસામાં અથવા તો આંધી- તોફાન કે વરસાદથી થનારા નુકસાનને નોર્મલ ઈન્સ્યોરન્સ કવર કરવામાં આવતું નથી. આ આવામાં તમે એડ ઓનને જોડી લાખોના ખર્ચમાંથી બચી શકો છો.
એન્જિન પ્રોટેક્શન કવર
એન્જિન પ્રોટેક્શન કવરથી એન્જિનમાં પાણી અથવા વરસાદના કારણે થનારા નુકસાનને કવર કરે છે. જો કે તમે તેનો ઉપયોગ કેટલીક શરતો સાથે કરી શકો છો. જેમ કે એન્જિનમાં પાણી ઘુસી જાય તો તેને જબરજસ્તીથી સ્ટાર્ટ કરવાનો પ્રયાસ ન કરવો.
રિટર્ન ટુ ઈનબોક્સ
જો તમારી કાર ચોમાસાથી પુરના કારણે નુકસાન થવા પામે અથવા તો રસ્તા પર પાણી ભરેલુ હોય અને તેમા તમારી કાર ફસાઈ જાય છે તો એડ ઓન તમારા કામનું છે. આ એડ ઓન તમારી કારને સુરક્ષા કવર આપે છે. આ સાથે ગાડીમાં થનારા મોટા ખર્ચને ઘણો ઓછો કરી નાખે છે. તેના માટે તમારે આશરે 6500 રુપિયા ખર્ચ કરવાનો હોય છે. જેમા તમે 3.5 લાખ રુપિયા સુધીના ખર્ચમાંથી બચી શકો છો.
24×7 રોડસાઈડ આસિસ્ટેંસ
વરસાદ અથવા ચોમાસામાં ગાડી ખરાબ થવી સામાન્ય વાત છે. પરંતુ જ્યારે રસ્તા વચ્ચે ગાડી બગડવાના કારણે ફસાઈ જાવો છો તો તમને 24×7 રોડસાઈડ આસિસ્ટેંસ એડ-ઓન લઈ શકો છો. એડ-ઓન તમને અનેક રીતે મદદ કરી શકે છે. અને તેમા તમને એક રાત માટે હોટલમાં રોકાવા માટે પણ મળી શકે છે.