અરબી સમુદ્રમાં ઉઠેલા ચક્રવાતી તોફાન બિપરજોય ઝડપથી પાકિસ્તાનના કરાચી તરફ વધી રહ્યુ છે. આ 15 જૂને ગુજરાતના કચ્છ અને પાકિસ્તાનના કરાચીમાં કિનારા સાથે ટકરાશે. બિપરજોયની ભયાવહતાને જોતા પાકિસ્તાનના સિંધ પ્રાંતમાં નીચાણવાળા વિસ્તારમાંથી 1 લાખ લોકોનું રેસ્ક્યુ માટે સેનાને તૈનાત કરવામાં આવી છે.

પાકિસ્તાન હવામાન વિભાગ અનુસાર બિપરજોય અતિ ગંભીર ચક્રવાતી તોફાનમાંથી ગંભીર ચક્રવાતી તોફાનમાં બદલાઈ ગયુ છે. આ કરાચીથી હજુ 410 કિલોમીટર દૂર છે. ચક્રવાત બિપરજોય એક બંગાળી શબ્દ છે. આનો અર્થ થાય છે આપત્તિ. 15 જૂને બિપરજોયના કરાચી સાથે સિંધના કિનારા વિસ્તારો સાથે પણ ટકરાવાની શક્યતા છે. જોકે, 17-18 જૂન સુધી આની તીવ્રતા ઓછી થઈ જશે. દરમિયાન પાકિસ્તાન માટે આ 72 કલાક મહત્વના મનાઈ રહ્યા છે.

હવામાન વિભાગ અનુસાર બિપરજોય દરમિયાન 140-150 પ્રતિ કલાકની સ્પીડથી હવા ફૂંકાવાની શક્યતા છે. આ સિવાય કેન્દ્ર પાસે 170 પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. એટલુ જ નહીં સમુદ્રમાં 30 ફૂટની ઊંચી લહેરો ઉઠવાની પણ શક્યતા છે.

સિંધ સરકાર એલર્ટ પર

પાકિસ્તાનના સિંધ પ્રાંતમાં બિપરજોયથી સૌથી વધુ નુકસાનની શક્યતા છે. સિંધના મુખ્યમંત્રી સૈયદ મુરાદ અલી શાહે જણાવ્યુ કે ઈમરજન્સી જાહેર કરી દેવાઈ છે અને સેના તેમજ નૌસેનાને 80,000થી વધુ લોકોને સુરક્ષિત સ્થળે પહોંચાડવામાં મદદ કરવા માટે કહેવામાં આવ્યુ છે.

શાહે જણાવ્યુ કે થટ્ટા, કેટી બંદર, સુજાવલ, બદીન, થરપારકર અને ઉમરકોટ જિલ્લાના નીચાણવાળા વિસ્તારોમાંથી લોકોને બહાર કાઢવામાં આવી રહ્યા છે. આ ચક્રવાત બિપરજોયની સૌથી વધુ અસર પડી શકે છે. તેમણે જણાવ્યુ કે લોકોને સરકારી સ્કુલો, ઓફિસો અને અન્ય શેલ્ટર્સમાં મોકલવા માટે સેના અને નૌસેનાની મદદ લેવામાં આવી રહી છે. નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી (NDMA) ના અધ્યક્ષ લેફ્ટિનેંટ જનરલ ઈનામ હૈદર મલિકે જણાવ્યુ કે 1 લાખ લોકોને બુધવારે સાંજ સુધી સુરક્ષિત સ્થળો પર પહોંચાડવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે.

જળવાયુ પરિવર્તન મંત્રી શેરી રહમાને કહ્યુ કે તોફાન બલૂચિસ્તાન તરફ વધી રહ્યુ છે. ચક્રવાત કેટી બંદર સાથે ટકરાશે. જોકે NDMA સતત સ્થિતિ પર નજર રાખી રહ્યા છે. તેમણે લોકોને વિશ્વાસ અપાવ્યો કે સરકાર નાગરિકોની સુરક્ષા માટે તમામ જરૂરી પગલા ઉઠાવી રહી છે અને સ્થિતિ પર નજર રાખેલી છે. કેટી બંદર કિનારાના વિસ્તાર પાસે ભૂસ્ખલન થવાની પણ શંકા છે.

43 રિલીફ કેમ્પ

શેરી રહમાને જણાવ્યુ કે બલૂચિસ્તાનમાં 43 કેમ્પ બનાવવામાં આવ્યા છે. હજુ સુધી 40,000 લોકોને બહાર કાઢવામાં આવ્યા છે. પાકિસ્તાનના સૌથી મોટા શહેર કરાંચીમાં સમુદ્ર કિનારા નજીક અને તેની આસપાસ રહેતા લોકોને પોતાનુ ઘર ખાલી કરવા માટે કહેવામાં આવ્યુ છે. પાકિસ્તાની હવામાન વિભાગે ચેતવણી આપી છે કે બિપરજોય સિંધ અને બલૂચિસ્તાનના કિનારાના વિસ્તારોમાં તબાહી મચાવી શકે છે. કરાચીમાં ચક્રવાત બિપરજોયની અસર દેખાવા લાગી છે. ત્યાં ઝડપી પવનો ફૂંકાઈ રહ્યા છે.