કેપ્ટન કૂલ IPLમાંથી લેશે સન્યાસ!

ચેન્નઈ સુપર કિંગ્સને એમએસ ધોનીએ પોતાના નેતૃત્વ હેઠળ પાંચમી વખત IPL ખિતાબ જીતાડ્યો હતો. IPL 2023 ની શરૂઆત પહેલા જ ધોનીના IPLમાંથી નિવૃત્તિ વિશે અટકળો ચાલી રહી હતી. માનવામાં આવી રહ્યું હતું કે આ ધોનીની છેલ્લી સિઝન હશે. પરંતુ IPL 2023નો ખિતાબ જીત્યા પછી ધોનીએ કહ્યું હતું કે જો ફિટનેસ તેને સપોર્ટ કરશે તો તે આગામી સિઝનમાં પણ રમી શકશે. પરંતુ હવે ચેન્નઈ સુપર કિંગ્સે પોતે એક વીડિયો શેર કર્યો છે, જેણે ચાહકોના હૃદયના ધબકારા વધારી દીધા છે.

ચેન્નઈ સુપર કિંગ્સને ધોનીએ પાંચમી વખત IPL ખિતાબ જીતાડ્યો હતો
ટીમને ચેમ્પિયન બનાવ્યા બાદ ધોનીએ મુંબઈમાં ઘૂંટણની સર્જરી કરાવી હતી

ચેન્નઈ સુપર કિંગ્સે શેર કર્યો ઈમોશનલ વીડિયો

મહેન્દ્ર સિંહ ધોનીની IPL ફ્રેન્ચાઈઝી ચેન્નઈ સુપર કિંગ્સે તેના ટ્વિટર હેન્ડલ પર એક વીડિયો શેર કર્યો છે. આ વીડિયોમાં ધોનીને સીડીઓ ચઢીને ડ્રેસિંગ રૂમમાં પરત ફરતો બતાવવામાં આવ્યો છે. વીડિયોમાં ધોની બેટિંગ અને વિકેટકીપિંગ પણ કરતો જોવા મળી રહ્યો છે. આ વીડિયોના બેકગ્રાઉન્ડમાં ઈમોશનલ મ્યુઝિક વાગી રહ્યું છે. ત્યારથી ચાહકોના મનમાં એક જ સવાલ ઉઠી રહ્યો છે કે શું ધોની IPLમાંથી પણ અચાનક નિવૃત્તિ લઈ રહ્યો છે? જો કે આ મામલે ધોની કે ચેન્નઈ સુપર કિંગ્સ તરફથી કોઈ સત્તાવાર નિવેદન આવ્યું નથી.

મુંબઈમાં ધોનીએ સર્જરી કરવી હતી

IPL 2023 દરમિયાન ધોની ઘૂંટણની ઈજા સામે પીડાઈ રહ્યો હતો. જેના કારણે તે બેટિંગ ક્રમમાં નીચે આવી રહ્યો હતો. ટીમને ચેમ્પિયન બનાવ્યા બાદ તેણે મુંબઈમાં પોતાના ઘૂંટણની સર્જરી કરાવી હતી. ધોનીએ ફિટનેસને ટાંકીને કહ્યું હતું કે તે આવતા વર્ષે પણ રમી શકે છે. પરંતુ ચેન્નઈ સુપર કિંગ્સે જે રીતે અચાનક ધોની સાથે સંબંધિત એક ઈમોશનલ વીડિયો શેર કર્યો છે, તેનાથી ફરી એકવાર ધોનીની નિવૃત્તિની અટકળો શરૂ થઈ ગઈ છે.