ભારતના વડાપ્રધાન અમેરિકાના રષ્ટ્રપતિ જો બાયડન અને તઓના પત્ની જીલ બાયડનના આમંત્રણથી તા. ૨૧-૨૨-૨૩-૨૪ જૂન તેમ ચાર દિવસ અમેરિકાની મુલાકાતે જવાના છે. આ મુલાકાત વેળાએ નરેન્દ્ર મોદીનું વિમાનગૃહે રેડ કાર્પેટ રીસેપ્શન કરવામાં આવનાર છે, સાથે ગાર્ડ ઓફ ઓનર પણ અપાશે. સૌથી વધુ મહત્વની વાત તે છે કે ૨૨ જૂને તેઓ અમેરિકાની સંસદનાં બંને ગૃહો (સેનેટ અને હાઉસ ઓફ રેપ્રેઝેન્ટેટીવ્ઝ)ની સયુક્ત બેઠકને અમેરિકાનાં સંસદ ગૃહ ધી કેપિરોલ’માં સંબોધન કરવાના છ. આ રીતે તેઓ એક ઇતિહાસ રચી દેશે, કારણ કે હજી સુધી ભારતના કોઈ વડાપ્રધાનને અમેરિકી સંસદના સંયુક્ત સત્રને સંબોધન કર્યું નથી.

બાયડન વહીવટી તંત્ર પણ મોદીના સ્વાગતની તૈયારીમાં લાગી ગયું છે. બીજી તરફ અમેરિકાની જનતા પણ મોદીનાં સ્વાગતની તૈયારીમાં વ્યસ્ત બની ગઈ છ. વિશષત: અમેરિકામાં સ્થાયી થયેલા ભારતીયો મોદીનાં સ્વાગત માટે ‘એક પગે’ થઈ ગયા છે અને તે પણ તેટલી હદે કે ન્યૂ જર્સીના એક રેસ્ટોરાંએ મોદીજી થાલી ગ્રાહકોને પીરસવા નિર્ણય કર્યો છે. તે થાળીમાં પૂર્ણત: હિન્દુસ્તાની શાકાહારી સ્વાદ રહેશે. તેમાં ખીચડી, રસગુલ્લા, પંજાબી શાક, ઇડલી, ઢોકળાં, પાપડ અને છાશ પીરસવામાં આવશે. આ થાળીના કયુરેટર છે શ્રીમદકુલકર્ણી.

તેઓની રેસ્ટોરાં વિદેશ મંત્રી એસ. જયશંકરને સમર્પિત એક થાળી બનાવી રહી છે. તેમાં મિલેટસ પણ સામેલ હશે. ઉલ્લેખનીય છે કે ભારતના કહેવાથી જ આ વર્ષે યુનોએ મિલેટ્સ વર્ષ (જુવાર-બાજરી વર્ષ) જાહેર કર્યું છે. પ્રવાસી ભારતીયો પણ મોદીની રાહ જુવે છે. અમેરિકાનાં ૨૦ શહેરોમાં ભારત-એકતા-માર્ચ યોજાવાની છે. ૨૧ જૂને વ્હાઈટ હાઉસ સમક્ષ એક સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાશે, તેમાં યોગના આસનો પણ દર્શાવાશે.

By admin