આફ્રિકાના દેશ માલીમાં ફ્રાંસનો હવાઈ હુમલો, 50 આતંકીઓનો ખાત્મો

ફ્રાંસે પશ્ચિમ આફ્રિકાના દેશ માલીમાં કરેલી એર સ્ટ્રાઈકમાં 50 આતંકીનો ખાતમો બોલી ગયો છે.

ફ્રાંસ સરકારે કહ્યુ હતુ કે, શુક્રવારે માલીના સરહદી વિસ્તારમાં આ હુમલો કરવામાં આવ્યો હતો.જેમાં બે મિરાજ લડાકુ વિમાનો અને એક હથિયારધારી ડ્રોનને ઉપયોગમાં લેવામાં આવ્યુ હતુ.ડ્રોન દ્વારા આ વિસ્તારમાં મોટર સાયકલના મોટા કાફલાને સ્પોટ કરવામાં આવ્યો હતો અને એ પછી ઓપરેશન અમલમાં મુકવામાં આવ્યુ હતુ.આતંકવાદીઓ ડ્રોનથી બચવા ઝાડ નીચે છુપાવાની કોશિશ કરી રહ્યા હતા.એ પછી મિરાજ લડાકુ વિમાનો અને મિસાઈલથી સજ્જ ડ્રોનને એટેક માટે મોકલવામાં આવ્યુ હતુ.જેમણે આંતકીઓ પર મિસાઈલ્સ અને બોમ્બ વરસાવ્યા હતા.જેમાં 50 આતંકીઓ માર્યા ગયા હોવાનો અંદાજ છે.ઘણા હથિયાર પણ કબ્જે કરાયા છે અ્ને કેટલાક આતંકીઓની ધરપકડ પણ કરવામાં આવી છે.

ફ્રાંસની સેનાના પ્રવક્તાએ કહ્યુ હતુ કે, આ આતંકીઓ સેના પર હુમલાની યોજના બનાવી રહ્યા હતા.ફ્રાંસ દ્વારા ઈસ્લામિક સ્ટેટના આતંકીઓને પણ નિશાન બનાવાઈ રહ્યા છે.આ માટે ફ્રાંસના 30000 જવાનો કાર્યરત છે.ફ્રાંસનો હવાઈ હુમલો અલ કાયદાના આતંકી જુથ અંસાર ઉલ ઈસ્લામ માટે મોટો ઝાટકો પૂરવાર થયો છે.ઉલ્લેખનીય છે કે, માલીમાં શાંતિ સ્થાપવા માટે યુએન દ્વારા 13000 સૈનિકોની તૈનાતી કરવામાં આવી છે.જેમાં 5100 સૈનિકો ફ્રાંસના છે.માલીમાં છેલ્લા આઠ વર્ષથી વિદ્રોહના કારણે લોહીયાળ સંઘર્ષ ચાલી રહ્યો છે.

 

व्हाट्सप्प आइकान को दबा कर इस खबर को शेयर जरूर करें

Please Share This News By Pressing Whatsapp Buttonजवाब जरूर दे 

તમારા વિસ્તારના ધારાસભ્યથી તમે કેટલા સંતુષ્ટ છો

View Results

Loading ... Loading ...


Related Articles

Close
Website Design By Bootalpha.com +91 82529 92275
.