પોરબંદર સહિત રાજયના ધરતીપુત્રો માટેની ખેડૂતો માટેની પ્રધાનમંત્રી ફસલ વિમા યોજના નિષ્ફળ નિવડયાનો આક્ષેપ કરીને રાણાવાવ કોંગ્રેસે આવેદન પાઠવ્યું હતું જેમાં જણાવ્‌યું હતું કે, છેલ્લા 4 વર્ષના પાકવિમાના આંકડા શા માટે જાહેર કરવામાં આવતા નથી?

રાણાવાવ શહેર કોંગ્રેસ પ્રમુખ પ્રતાપભાઇ ખીસ્તરીયાએ સરકારને કરેલી રજુઆતમાં જણાવ્‌યું હતું કે, રાજયમાં છેલ્લા 4 વર્ષથી 2016થી અમલમાં આવેલી પ્રધાનમંત્રી ફસલ વિમા યોજના ખેડૂતો માટે લુંટનારી યોજના સાબીત થઇ છે. પોરબંદર જીલ્લામાં ખેડૂતો વિમા કંપનીનો ર ટકો વીમા પ્રિયમ ચુકવે છે. જયારે 17 ટકા રાજય સરકારના. 17 ટકા કેન્દ્ર સરકાર, વિમા પ્રિમયમ રીલાયન્સ વિમા કંપનીને ચુકવેલ છે. જે સંપુર્ણ નાણા આમ પ્રજાના ટેકસમાં જનતાની તિજોરીમાંથી સરકારની માનીતી કંપનીને આપવાનું કાયદેસરનું ષડયંત્ર છે. કોઇપણ પ્રકારના વિમામાં 36 ટકા કે પ0 ટકા પ્રિમિયમ આપવાની ઘટના વિશ્ર્વમાં આ પહેલી ઘટના છે. આટલું ઉંચુ વિમા પ્રિમયમ આપ્યા બાદ પણ જો ખેડૂતોને પાક વિમો ના મળે કે એમનો પાકવિમાના આંકડાઓ માંગવા માટે અમો ગાંધીનગર કૃષિભવનમાં કૃષિ નિયામકની કચેરીમાં હિસાબ  માંગવા માટે ગયેલ ત્યારે યોગ્ય જવાબ મળ્યો ન હતો. ત્યારે આટલું ઉંચુ વિમા પ્રિમિયમ ભયર્િ પછી પણ એમનો હીસાબ  ન મળે એ સ્પષ્ટ સાબિત કરે છે કે કેન્દ્ર સરકારને રાજય સરકાર અને પાકવિમા કંપની સાથે મળી જનતા ટેકસના નાણા લુંટવાનું આ એક મોટું ષડયંત્ર છે તેવું સાબિત થાય છે. હિસાબ ન આપી તેના આંકડાઓ જાહેર નહીં કરી સભ્ય, સરકાર કયાંકને કયાંક ખેડૂતોને મળવા પાત્ર પાકવિમો ખેડૂતોને ન આપી વિમા કંપનીઓને સરકાર બચાવી રહી છે તેવું લાગે છે. જયારે પાકવિમાની પત્રકો આંકડાઓ ત્રણ વર્ષ સુધી જાહેર ન કરવાના મનમાની પરિપત્ર કરવામાં આવ્યો તેમના ઉપરથી ફલીત થાય છે કે, સરકાર પાકવિમા કૌંભાડને ઢાંકપિછોડો કરવામાં વ્યસ્ત છે અને આ કૌંભાડમાં સરકાર પોતે ભાગીદાર છે. ખેડૂતો વતી માંગ છે કે, વર્ષ 2016-17 થી વર્ષ 2019-20 સુધી ના સરકાર છેલ્લા 4 વર્ષના દરેક ઋતુના દરેક પાકમાં કયાં કેટલા ટકા નુકશાની થઇ? તેનો પરિપત્ર જાહેર કરે તો દુધનું દુધ અને પાણીનું પાણી થઇ જશે અને સાથે સાથે ગુજરાતના ખેડૂતોના કયા જીલ્લાના ખેડૂતોને કઇ ઋતુમાં કેટલો પાકવિમો મળવા પાત્ર હતો અને કેટલો મળ્યો? તેની સ્પષ્ટતા કરવી જોઇએ અને ખેડૂતોના હકનો બાકી નિકળતો પાકવિમો પણ તાત્કાલીક ચુકવી દેવો જોઇએ તેવી રાણાવાવ કોંગ્રેસે માંગ કરી છે.