પોરબંદર વ્યાયામ મંડળની વાર્ષિક મીટીંગનું આયોજન ડીવાઈન પબ્લીક સ્કૂલ-બોખીરા મુકામે રાખવામાં આવેલ હતું. જેમાં પોરબંદર વ્યાયામ મંડળના સભ્યોની બેઠક સમીક્ષા સાથે નવા હોદેદારોની નિમણુંક કરવામાં આવી હતી જેમાં પ્રમુખ તરીકે અશોક ઓડેદરા, મહામંત્રી પદે નિર્મલા મહેશ્ર્વરી, ઉપપ્રમુખ પદે દિપેન ઓડેદરા, સહમંત્રી તરીકે શાંતિ ભુતિયા અને શબાના પઠાણ, સંગઠન મંત્રી તરીકે રમેશ બાલસ અને સચીન એરડા, ખજાનચી તરીકે આર.આર. કોટડીયા, રાણાવાવ ઉપપ્રમુખ તરીકે જેસલ કડછા અને કુતિયાણા ઉપપ્રમુખ તરીકે જયદેવ ગોરા તેમજ કાયર્લિય મંત્રી તરીકે જે.કે. મહેતાની વરણી થઈ હતી.

By admin