છાંયા વિસ્તારમાં અનેક જગ્યાએ સ્ટ્રીટલાઇટનો અભાવ

છાંયા વિસ્તારમાં અનેક જગ્યાએ સ્ટ્રીટલાઇટનો અભાવ જોવા મળતો હોવાથી કોંગ્રેસ રજુઆત કરતા વિસ્તારો પ્રત્યે ભેદભાવ નહીં રાખવા વહીવટદારે સુચના આપી હતી.

પોરબંદરના છાંયા વિસ્તારના કોંગ્રેસપક્ષના આગેવાનો દ્વારા પોરબંદર-છાયા સંયુકત નગરપાલિકામાં રજુઆત કરવામાં આવી હતી કે, ઘણી જગ્યાએ સ્ટ્રીટલાઇટની જર છે ત્યારે ગતરાત્રે નગરપાલિકાના લોકો દ્વારા સ્ટ્રીટલાઇટની કામગીરી કરવા વિસ્તારમાં આવેલ, ત્યારે આ રજુઆતને માંગ કોંગ્રેસ પક્ષ દ્વારા કરવામાં આવેલ હતી, પણ કાલે ત્યાં ભાજપના લોકોને સાથે રાખીને કામ કરાવેલ, આની જાણ કોંગ્રેસના આગેવાનોને થતા નગરપાલિકાના વહીવટદારને જાણ કરેલ અને નગરપાલિકાનું શાસન કોઇ પક્ષ નથી અને આવું ના કરવા જણાવેલ. ત્યારે પોરબંદર જીલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ નાથાભાઇ ઓડેદરાની આગેવાનીમાં નગરપાલિકા ખાતે જઇ ચીફ ઓફીસર તથા વહીવટદાર બાટીની મુલાકાત કરી અને આવા કાર્યનો વિરોધ કરી ઉગ્ર રજુઆત કરી ત્યારે બાટી દ્વાર ચીફ ઓફીસરને કડક સુચના આપી અને આગામી સમયમાં આવો ભેદભાવ ન રાખવા સુચના આપી હતી.