ગિરનાર રોપ-વે બાબતે ઉષાબ્રેકોએ અવળો કાન પકડાવ્યો: હવે જીએસટી સહિત ૭૦૦ રૂપિયા ટિકિટ

જૂનાગઢમાં ગિરનાર રોપ-વે પ્રોજેક્ટ અંતર્ગત ઉષા બ્રેકો કંપની દ્વારા ટિકિટમાં મામૂલી આઠ રૂપિયાનો ઘટાડો કરી લોકાર્પણ સ્કીમ ની ઓફર વહેલી આટોપી એશિયાના સૌથી મોટા પ્રોજેક્ટ ગિરનાર રોપ-વે પ્રોજેક્ટ નો શનિવારે લોકાર્પણ થયા બાદ ટિકિટના વધુ દર બાબતે ઉષા બ્રેકો કંપની લિમિટેડ દ્વારા લોકાર્પણ ઓફર અંતર્ગત રવિવારે તારીખ ૨૫ ઓક્ટોબરથી ૧૪ નવેમ્બર સુધી પુખ્ત વયના ઓ માટે ૬૦૦ સાથે ૧૮ ટકા જીએસટી જોડીએ તો ૭૦૮ રૂપિયા લેવાતા હતા તો બાળકો માટે ૩૦૦ સાથે ૧૮ ટકા જીએસટી જોઈએ તો ૩૫૪ રૂપિયા લેવાતા હતા પરંતુ રોપ-વેની ટિકિટના વધુ દર બાબતે ગઈકાલે ઉષા બ્રેકો કંપની લિમિટેડ દ્વારા વધુ એક યાદી બહાર પાડી અવળો કાન પ્રવાસીઓને પકડાવતા હોય તેમ ગઇકાલે જાહેર થયેલ ટિકિટ દરમાં પ્રવાસીઓ પાસેથી હવે પુખ્તવયના માટે ૭૦૦ રૂપિયા તો બાળકો માટે ૩૫૦ રૂપિયા તો કન્સેશન ટિકિટ  ૪૦૦ રૂપિયા જાહેર કરી અંદરખાનેથી જ તારીખ ૧૪ નવેમ્બરની સ્કીમ આટોપી લીધી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે ૨૫ ઓક્ટોબરથી શરૂ થયેલ ટિકિટમાં  લોકાર્પણ ઓફર અંતર્ગત ઉષા બ્રેકો કંપની દ્વારા જીએસટી સાથે પુખ્તવયના માટે ૭૦૮ રકમ લેવાતી હતી તો બાળકો માટે જીએસટી સાથે ૩૫૪ લેવાતા જ હતા અને હવે નવી ટિકિટના જાહેર કરાયેલા ટિકિટ દરમાં પુખ્તવયના માટે ૭૦૦, બાળકો માટે ૩૫૦ અને કન્સેશન( એક તરફી ટિકિટ) ના ૪૦૦ લેવામાં આવશે તેવી જાહેરાત કરી હતી

તો ઇનોગ્રેશન ઓફર અંતર્ગત ઉષા બ્રેકો દ્વારા અગાઉ જાહેર કરેલ તારીખ ૨૫ ઓક્ટોબરથી ૧૪ નવેમ્બર ગણીએ તો જોઈએ તો હવે જાહેર કરેલ રોપ વે ટિકિટના દર માત્ર આઠ રૂપિયાનો ઘટાડો અને બાળકોની ટિકિટના દર માત્ર ચાર રૂપિયાનો ઘટાડો કરાયો જે લોકોને અવળા કાન પકડવા જેવું જ લાગી રહ્યું છે.તો બીજી તરફ ઉષા બ્રેકો કંપનીએ જીએસટી સાથે હવેથી પુખ્ત વયના ઓ માટે ૭૦૦ રૂપિયા ટિકિટ દર અને બાળકો માટે ૩ ૫૦ જીએસટી સાથે ના વસૂલ કરવાનું જાહેર કરાયું અગાઉ જાહેર કરેલ ટીકીટ દર ઉપરાંત જીએસટી વધુ લેવાતો હતો જે હવે ની જાહેર કરેલ ટિકિટમાં જીએસટી સાથે નો રહેશે તેમ જણાવ્યું હતું.

ટિકિટ રૂ.૪૦૦ કરવા ખીમાણીની રજૂઆત

ગિરનાર રોપવે ટીકીટ દર ૪૦૦ કરવા ભાજપ અગ્રણી અને કેળવણીકાર પ્રદિપભાઇ ખીમાણી એ ઉષા બ્રેકો કંપની ને પત્ર પાઠવી કરાઇ રજૂઆત. જૂનાગઢના ભાજપ અગ્રણી અને અગ્રણી કેળવણીકાર પ્રદિપભાઇ ખીમાણી દ્વારા ઉષા બ્રેકો કંપની લિમિટેડના ચેરમેન ને ગિરનાર રોપ-વે બાબતે જાહેર કરાયેલા ટિકિટના દરમાં ઘટાડો કરી ૪૦૦ ની રકમ રાખવામાં આવે તે માટે પત્ર પાઠવી રજૂઆત કરી છે અત્રે ઉલ્લેખનીય છે કે  રોપ વે દર બાબતે રાજકીય આગેવાનો હવે એકજૂટ થયા હોય તેમ કંપની દ્વારા જાહેર કરાયેલા દર વધુ માત્રામાં હોવાથી રોપવેના દરમાં ઘટાડો કરવા ઉગ્ર માંગ ઉઠી છે.