પોરબંદર: કમલાબાગથી કર્લીપુલ સુધીના રસ્તાનું અધુરૂ કામ પૂર્ણ કરાવા, તેનાથી વધતું પ્રદુષણ ઘટાડવા આમ આદમી પાર્ટી એ કરી રજૂઆત

ab2snews@gmail.com

આમ આદમી પાર્ટી પોરબંદર દ્વારા પોરબંદર શહેરના કમલાબાગથી કર્લીપુલ સુધીના રસ્તાનું કામ ઘણા સમય થયા અધૂરું હોઈ અને આમ આદમી પાર્ટી દ્વારા અનેક વખત રજૂઆત કરવા છતાં તંત્ર દ્વારા ધ્યાને ન લેતા અને મિશન સીટી અન્ગર્ત લગભગ ૩ વર્ષ થયા હોવા છતાં તે કામનો નિવેડો ના આવ્યો હોઈ, રસ્તાના ડબલ ટ્રેક રસ્તામાં એક તરફનો રસ્તાનું કામ અધૂરું રહી ગયું છે, જેના હિસાબે ડબલ ટ્રેક રસ્તામાં એક તરફ નવો રસ્તો અને એજ ટ્રેકમાં બીજો રસ્તાનો ભાગ ખખડધજ હાલતમાં હોઈ જેના હિસાબે વાહનોનું ચલાવવું ખુબજ કઠીન હોઈ અને જીવના જોખમે ચલાવતા અકસ્માતનું પ્રમાણ વધી ગયું હોઈ કમલાબાગથી કર્લીપુલ સુધીના રસ્તો ખુબજ ખરાબ હાલતમાં છે.

હાલના સમયમાં તે રસ્તા પર ગેસ પાઈપ લાઈનનું કામકાજ ચાલુ હતું તે પણ પૂર્ણ થઇ ગયું હોઈ એવું લાગી રહ્યું છે. તેમજ સેવા સદન ખાતે તેમજ અન્ય સરકારી કચેરીએ જવા માટે તેમજ દરેક મહાનુભાવોનો રસ્તો જેમાં જીલ્લા કલેકટર, જીલ્લા જજનો રસ્તો દરરોજનો એજ હોઈ સાથે પોરબંદર સાંસદ પણ પોરબંદરમાં અવારનવાર આવતા હોય અને  આવવા જવાનો રસ્તો એક જ હોય જેમાં ખુબજ ખાડા પડી ગયા છે અને સામાન્ય માણસો સાથે મહાનુભાવો પણ હેરાનગતી ભોગવી રહ્યા છે. આ ઉપરાંત આમ આદમી પાર્ટી દ્વારા અનેક વખત રજૂઆત કરવામાં આવી કે પોરબંદરના  નાગરિકો  તેમજ નેશનલ હાઈવેને સીધો કનેક્ટ થતો રસ્તો હોવાથી સાથે શહેરમાં પ્રવેશ માટે મહત્વનો રસ્તો હોવાથી તેમજ સૌથી મહત્વનો સ્થળો જેમકે કમલાબાગ, કમલા બાગ પોલીસસ્ટેશન, ખાસજેલ, લાયન્સ હોસ્પિટલ, જડેશ્વર મહાદેવ મંદિર, લાખણી સ્કુલ, એમ.ડી. સાયન્સ કોલેજ જેવા મહત્વના તેમજ સૌથી ભીડવાળા સ્થળો ઉપરાંત ભારી વાહનોની અવાર જવર હોઈ ટ્રાફિકનું પ્રમાણ પણ ખુબજ વધારે પ્રમાણમાં છે. તે ઉપરાંત પોરબંદરની જીવાદોરી સમાન પોરબંદરના સૌથી મહત્વના રસ્તાને આટલા વર્ષો થયા અધૂરુ કામ રહી ગયું  છે તો સમય સુચકતા વાપરી અને વધુ વાહનોના અકસ્માત ના થાય અને પોરબંદરના નાક સમાન રસ્તાને વ્યવસ્થિત કરી અને રેગ્યુલાઈઝ કરી આપવા વિનંતી છે.

व्हाट्सप्प आइकान को दबा कर इस खबर को शेयर जरूर करें

Please Share This News By Pressing Whatsapp Buttonजवाब जरूर दे 

आप अपने सहर के वर्तमान बिधायक के कार्यों से कितना संतुष्ट है ?

View Results

Loading ... Loading ...


Related Articles

Close
Website Design By Bootalpha.com +91 82529 92275
.