પોરબંદરના ગાયવાડી વિસ્તારમાં અસહ્ય ગંદકી

પોરબંદરના ગાયવાડી વિસ્તારમાં અસહ્ય ગંદકીથી વેપારીઓ સહિત ગ્રાહકો હેરાન-પરેશાન બની ગયા છે. સરકારી દવાખાનું અને શાકમાર્કેટ પણ અહીં આવેલા છે તેમ છતાં નગરપાલિકાનું તંત્ર ધ્યાન દેતું નથી. સ્વચ્છતા અભિયાનની વાતો થાય છે પરંતુ આ વિસ્તારમાં એટલી હદે ગંદકી ખદબદે છે કે સ્વચ્છતાનું નામોનિશાન જોવા મળતું નથી તેમ જણાવીને વેપારીઓએ વધુ એક વખત તંત્રને રજુઆત કરી છે.

લાઈક અને ફોલો કરો, http://www.facebook.com/janata.janardan.984

By admin