પોરબંદરમાં ટીએચઆરના પેકેટ વહેંચનાર આંગણવાડી કાર્યકરના શરતી જામીન મંજુર

પોરબંદરમાં ટીએચઆરના પેકેટ વહેંચનાર આંગણવાડી કાર્યકરના શરતી જામીન મંજુર

બચાવપક્ષે પોરબંદરના વકીલ જે.પી. ગોહેલની ઓફીસ તરફથી એમ.જી.શીંગરખીયા, એન.જી.જોશી, વી.જી. પરમાર, રાહુલ એમ. શીંગરખીયા, એમ.ડી. જુંગી, પી.બી. પરમાર, જીજ્ઞેશ ચાવડા વિગેરે રોકાયેલા હતા.

અત્રે પ્રાપ્ત વિગત મુજબ પોરબંદરના કડીયાપ્લોટ વિસ્તારમાં આવેલ આંગણવાડી કેન્દ્રના કાર્યકર શારદાબેન ભીમજીભાઇ રાવલીયા રહે. પોરબંદર વાળા તથા અન્યોની સામે ફરીયાદી અંજનાબેન બાબુલાલ જોશી, પ્રોગ્રામ ઓફીસર આઇ.સી.ડી.એસ. પોરબંદરનાઓએ એવા મતલબની ફરીયાદ અરજી પોરબંદરના કમલાબાગ પોલીસ સ્ટેશનમાં આપી જાહેર કરેલ કે, શારદાબેન એ પોરબંદર કડીયાપ્લોટમાં આવેલ આંગણવાડી કેન્દ્રમાં પોતે કાર્યકર તરીકે માનદ સેવા બજાવતા હોય, અને સરકાર તરફથી ઇશ્યુ થયેલ ધાત્રી માતાઓ, સગભર્મા તાઓ,કિશોરીઓ તથા બાળકોને પુરક પોષણ માટે ટેક હોમ રાશન (ટી.એચ.આર.) જેમાં બાલ શક્તિ, પૂણ શક્તિ, માતૃશકિતના પેકેટ નંગ-940 ના ભરેલ બાચકા નંગ-69 ના જે એક બાચકાના  40/- લેખે આરોપી નં. ર ને વેચાથી આપી કુલ  3પ760 નો વિશ્ર્વાસઘાત  તથા મદદગારી કરી ગુન્હો કયર બાબતેની ફરીાયદ આપતા, કમલાબાગ પોલીસે ગુન્હો નોંધી આરોપી નં. 1 નાની ધોરણસર અટક કરી કોર્ટમાં રજુ કરી જેલહવાલે કરેલ, તે બાદ આરોપી તરફે જામીન અરજી રજુ કરવામાં આવેલી અને સરકારશ્રી તરફે આરોપીઓને ન છોડવા બાબતે સોગંદનામુ કોર્ટમાં રજુ કરી આરોપીઓને જામીન ઉપર મુકત ન કરવા સરકાર પક્ષે કોર્ટમાં દલીલો કરવામાં આવેલ.ત્‌યારબાદ બચાવ પક્ષે એવી રજુઆતો કરવામાં આવેલ કે, આરોપીઓ આ કામમાં તદન નિર્દોષ છે. આરોપીઓને મૂળ ફરિયાદીએ તદન ખોટી રીતે હાલના ગંભીર ગુન્હાના કામે ખોટી રીતે સંડોવી દીધેલા હોય, ખરેખર અરજદારે તેમની સામેના આક્ષેપો મુજબનું કોઇ જ કૃત્ય કરેલ ન હોય, એટલું જ નહીં હાલની એફ.આઇ.આર. જોવામાં આવે તો કહેવાતો આક્ષેપિત બનાવ આંગણવાડી કેન્દ્ર નં. 24456020102 માં થયેલ હોય, જયારે અમો આોરપી પોરબંદર કડીયાપ્લોટ વિસ્તારમાં આવેલ આંગણવાડી કેન્દ્ર નં. 24456020103 માં આંગણવાડી કાર્યકર તરીકે માનદ સેવા આપતા હોય, અને તે રીતે અરજદાર/આરોપીની જવાબદારી કેન્દ્ર નં. 24456020103 પુરતી જ મર્યિદિત હોય, અને જયારે કહેવાતો બનાવ આંગણવાડી કેન્દ્ર નં. 24456020102 માં બનવા પામેલ હોય અને તે સંજોગોમાં કહેવાતા બનાવ સબંધે આરોપીની કાયદા મુજબ કોઇ જ જવાબદારી થતી હોય, અને તે સંજોગોમાં હાલના ગુન્હા સબંધે આરોપીને કાંઇ લેવા-દેવા જ ન હોય, ખોટી રીતે સંડોવણી કરી દેવામાં આવેલ હોવાની હકીકત સ્પષ્ટ ફલીત થાય છે. એટલું જ નહીં આ કામે ચીફ કોર્ટમાં તપાસ કરનાર અમલદારે સોગંદનામુ રજુ કરેલ, જે સોગંદનામું જોવામાં આવે તો તેમાં તપાસ કરનાર અધિકારીએ એવી હકીકત જણાવેલ છે કે, અરજદાર/આરોપી નં. 1 ના કડીયાપ્લોટ આંગણવાડી કેન્દ્ર નં. 24456020103 માં આંગણવાડી કાર્યકર તરીકે ફરજ બજાવતા દરમ્યાન કડીયા પ્લોટ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના કમ્પાઉન્ડમાં આંગણવાડી કેન્દ્ર નં. 24456020102 તથા આંગણવાડી કેન્દ્ર નં. 24456020103 બાજુ-બાજુમાં આવેલ છે. જેથી આંગણવાડી કેન્દ્ર નં. 24456020103 ના ફાળવેલ ટી.એચ.આર. પેકેટ ભરેલ બાચકા નંગ-40 આંગણવાડી કેન્દ્ર નં. 24456020102 માં રાખેલ. આમ, ફરીયાદમાં ખુબ ફરીયાદી હાલના અરજદાર/આરોપીની જવાબદારી વાળા આંગણવાડી કેન્દ્ર નં. 24456020103 માં રેઇડ કયર્નિું કયાંય જણાવતા જ ન હોય, અને તે રીતે અરજદાર/આરોપીએ ખરેખર કોઇ ગૂન્હો કરેલ ન હોય અને તદન ખોટી રીતે હાલના ગુન્હાના કામે અરજદારને સંડોવી દેવામાં આવેલ હોય અને તે પાછળનું એવું કારણ છે કે, અરજદાર /આરોપી કડીયાપ્લોટ વિસ્તારમાં આંગણવાડી ધરાવનાર અન્ય બહેનોમાં લીડર તરીકે કામ કરતા હોય, અને આંગણવાડી બહેનોને જો કોઇ તકલીફો .ભી થતી હોય તો તે અંગેની રજુઆત આ કામના અરજદાર/આરોપીની આગેવાની હેઠળ અમો પ્રોગ્રામ ઓફીસરશ્રી કે, જે હાલના ફરીયાદી છે તેઓને કરતા હોય, તે તેઓને પસંદ ન હોય, અને તે બાબતેનું અમારી સાથે મનદુ:ખ રાખી અમોની સામે ખોટી રીતે ફરીયાદ દાખલ કરાવડાવી ફરજમાંથી મુકત કરાવડાવેલ હોય અને તે બાદ ફકત ને ફકત હેરાન-પરેશાન કરવાના ઇરાદાથી હાલનો ઉપજાવી કાઢેલ હકીકતો વાળો ગુન્હો દાખલ કરાવડાવી ખોટી રીતે જેલમાં ધકેલાવી દેવામાં આવેલ હોય અને તે રીતે ખરેખર અરજદાર/આરોપી તદન નિર્દોશ હોય, તેમજ અરજદાર/આરોપી વર્ષોથી પોરબંદર શહેરના સ્થાનિક રહીશ હોય, અને તેમના પરિવાર સાથે કાયમી પોરબંદર મુકામે વસવાટ કરતા હોય અને શહેર પોરબંદરમાં સ્થાવર/જંગમ મિલ્કતો  ધરાવતા હોય, તેથી જામીન મુકત કર્યેથી તેઓ કયાંય નાસી-ભાગી જાય તેવી વ્યક્તિ નથી, તેમજ આરોપી ભૂતકાળમાં કોઇ જ ગૂન્હાહિત ઈતિહાસ ધરાવતા  ન હોય, તેથી જામીન ઉપર મુકત કર્યેથી વધુ કોઇ ગુન્હાઓ આચરે તેમ ન હોય તેમજ આરોપીઓ કોર્ટ ફરમાવે તેવી તમામ શરતોનું ચુસ્તપણે પાલન કરવાની ખાત્રી આપે છે. વિગેરે દલીલો બચાવ પક્ષે રજુ કરતા કોર્ટે આરોપીઓને શરતી જામીન ઉપર મુકત કર્યો.

व्हाट्सप्प आइकान को दबा कर इस खबर को शेयर जरूर करें

Please Share This News By Pressing Whatsapp Buttonजवाब जरूर दे 

ભાણવડ નગરપાલિકામાં કોણ જીતશે ?

  • ભાજપ (47%, 8 Votes)
  • આમ આદમી પાર્ટી (35%, 6 Votes)
  • કોંગ્રેસ (18%, 3 Votes)

Total Voters: 17

Loading ... Loading ...


Related Articles

Close
Website Design By Bootalpha.com +91 82529 92275
.