રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન હેઠળ વાહન ખરીદી માટે રાણાવાવ તાલુકાનાં સખીમંડળો તા. ૩૧ ઓકટોબર સુધી ઓનલાઇન અરજી કરી શકશે

 

advertise only 100/-

પોરબંદર તા.૨૦રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન(NRLM) હેઠળ AGEY- આજીવિકા ગ્રામીણ એક્ષપ્રેસ યોજના અંતર્ગત ગ્રામીણ વિસ્તારોમાં સાર્વજનિક પરીવહનની સેવાઓ દ્વારા સ્વ-સહાય જુથની મહિલાઓને આજીવિકા પુરી પાડવાનું આયોજન છે. આ યોજના હેઠળ પેસેન્જર વ્હીકલ/નાના કોમર્શિયલ વાહનો જેની મહતમ કિંમત રૂ. છ લાખથી વધુ ન હોય તેવા વાહનો ખરીદવા માંગતા સ્વ-સહાય જુથો પાસેથી અરજીઓ મંગાવવામાં આવે છે. જેમાં રૂ. બે લાખની વ્યાજમુક્ત લોન આપવામાં આવશે, તેમજ ખુટતી રકમ સ્વ-સહાય જુથે ગ્રામ સંગઠન/બેંક મારફત નિયત વ્યાજદરે લોન સ્વરૂપે લેવાની રહેશે. આ યોજના હેઠળ વાહન ખરીદવા ઇચ્છતા માત્ર રાણાવાવ તાલુકાનાં સખી મંડળોએ તા. ૩૧ ઓકટોબર સુધીમાં www.glpc.co.in નાં હોમ પેજ પર આપેલ લિંક દ્વારા ઓનલાઇન અરજી કરવાની રહેશે. તેમજ અરજી ફોર્મ www.glpc.co.in પરથી ડાઉનલોડ કરી અરજી ફોર્મ ભરીને હાર્ડકોપીમાં જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી, પોરબંદરને તા.૫ નવેમ્બર સુધીમાં મોકલવાનું રહેશે. લાયકાત ધરાવતાં સ્વ-સહાયજુથની પસંદગી જિલ્લાકક્ષાની કમીટી દ્વારા કરવામાં આવશે.