પોરબંદર જિલ્લા રોજગાર વિનિમય કચેરી દ્રારા “સોલાર અવેરનેસ એન્ડ સોલાર ટ્રેઇનીંગ” વિષય પર વેબિનાર યોજાશે

પોરબંદર તા.૧૨, જિલ્લા રોજગાર વિનિમય કચેરી પોરબંદર દ્વારા તારીખ ૧૪ ઓક્ટોબરના રોજ સાંજે ૦૪:૦૦ કલાકે “સોલાર અવેરનેસ એન્ડ સોલાર ટ્રેઇનીંગ” વિષય પર વેબિનારનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં પોરબંદર જિલ્લાના ઉમેદવારોને સોલર અવેર્નેસ ઍડ સોલાર ટ્રેઇનીંગ વિષે માર્ગદર્શન આપવામાં આવશે. ઉપરોક્ત વેબિનારમાં સ્કિલ અપગ્રેડેશન સેન્ટર,  જી.આઇ.ડી.સી, પોરબંદરના પ્રતિનિધિઓ દ્વારા જીલ્લાના ઉમેદવારોને માર્ગદર્શન આપવામાં આવશે. આ વેબિનારનું આયોજન ફેસબૂક પેઇજ દ્વારા લાઇવ કરવામાં આવશે. વેબિનારનો લાભ લેવા  ઇચ્છુક ઉમેદવારોએ ઉપરોક્ત તારીખ અને સમયે ઓનલાઇન www.facebook.com/PORBANDARMCC/live વેબિનાર લિંક પર લાઇવ હાજર રહેવાનું રહેશે.