આવકવેરા વિભાગ ફરી એકવાર એકશન મોડમાં આવી ગયો છે. આજે અમદાવાદ ખાતે આવકવેરા વિભાગે દરોડા કર્યા છે. આ દરોડા પોપ્યુલર ગૃપ પર કરવામાં આવ્યા છે. રિયલ એસ્ટેટ ક્ષેત્રે જાણીતા એવા પોપ્યુલર ગૃપ પર આવકવેરા વિભાગ ત્રાટક્યું છે. વહેલી સવારે 5 કલાકથી રેડ ચાલી રહી છે. જાણવા મળ્યાનુસાર પોપ્યુલર ગૃપના દશરથ પટેલ, વિરેન્દ્ર પટેલ, છગન પટેલ અને લક્ષ્મણ પટેલને ત્યાં દરોડા થયા છે. આજના દરોડાથી કરચોરોમાં ફફડાટ ફેલાયો છે. સવારથી જ પોપ્યુલર ગૃપના માલિકોના નિવાસસ્થાને અને ઓફિસ સહિત 25 જગ્યાઓએ સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે.