પોરબંદર–છાંયા સંયુક્ત નગરપાલિકાની ચૂંટણી માટેના બેઠકોની ફાળવણી અંગેના આખરી આદેશ જારી

પોરબંદર તા.૫, રાજ્ય ચૂંટણી આયોગ ગાંધીનગરના સંદર્ભના આદેશથી પોરબંદર–છાંયા નગરપાલિકાના ચૂંટણી માટે શહેરના વોર્ડનું સીમાંકન તથા અનામત બેઠકની ફાળવણી અંગેના આખરી આદેશ બહાર પડાયા છે. જિલ્લાની ૨૦૧૧ની વસ્તી ગણતરી મુજબ પોરબંદર–છાંયા નગરપાલિકાના વોર્ડ સીમાંકન તથા અનામત બેઠકોની ફાળવણી અંગેના આખરી આદેશો પોરબંદર–છાંયા સંયુક્ત નગરપાલિકા કચેરીના નોટીસ બોર્ડ ઉપર સહિત સ્થળો જોવા મળશે.