પોરબંદર છાંયા સંયુક્ત નગરપાલિકાનું એક મિનિટમાં ૧.૩૯ કરોડનું બજેટ મંજૂર કરાયું હતું. પોરબંદર નગરપાલિકાનું બજેટ મોહનભાઈ મોઢવાડિયા દ્વારા સતત સાતમી વખત રજૂ કરવામાં આવ્યું હતું. પુરાંતવાળું બજેટ એક મિનિટમાં જ રજૂ કરાતા કોંગ્રેસ દ્વારા હોબાળો મચાવવામાં આવ્યો હતો. અને આ બજેટ રજૂ કરવાની રીત નિયમ વિરુદ્ધ હોવાનું પણ જણાવ્યું હતું.

૧,૩૯,૨૩,૮૭૮રૂપિયાનું બજેટ રજૂ કરાતા અરબી સમુદ્રના કિનારે આવેલ ચોપાટી પર સી.વ્યુ શોપિંગ મોલ બનાવવામાં આવશે તેવું પણ જણાવ્યું હતું. અને શુદ્ધ પાણી માટે નલ સે જલ યોજના અમલી કરાશે. ઉપરાંત પોરબંદરમાં ૪૦ કરોડ રૂપિયાના ખર્ચે વોટર ટેંક અને ફૂટપાથ પ્રોજેકટ હાથ ધરાશે. તેમજ ધરમપુર વિસ્તારમાં ૩૪ કરોડ રૂપિયાના ખર્ચે ભૂગર્ભ ગટર યોજનાની કામગીરી કરાશે. ઓસ્યોનીક હોટેલ તથા બ્રહ્મકુમારી ખાતે અધતન સુવિધાથી સજ્જ બગીચાનું નિર્માણ કરવામાં આવશે.

ફારુક સુર્યા

કોંગ્રેસના નગરપાલિકાના કાઉન્સિલર ફારુક સૂર્એયાએ કલેકટરને પણ આ અંગે ઉગ્ર રજૂઆત કરવા જણાવ્યું હતું, અને બજેટને તુરંત તેમજ વિરોધપક્ષ દ્વારા સૂચવાયેલી યોજનાઓના સમાવેશ વીના પ્રસ્તુત કરી દેતા જાણે કે બજેટ પાલિકાને બદલે કોઈ ખાનગી ઓફિસમાં તૈયાર થયું હોય તેવું લાગે છે, સામાન્ય રીતે શાશક પક્ષ બજેટ રજુ કરે એ પહેલા વિપક્ષી સદસ્યો પાસેથી પણ મંતવ્યો અને શહેરી વિકાસ અંગે મુદ્દાઓ મંગાવતા હોય છે પરંતુ પોરબંદર-છાયાં સંયુક્ત પાલિકામાં આ તાલમેલ કેળવવામાં શાશક પક્ષ વિફળ રહ્યો છે ત્યારે કોંગ્રેસ પાર્ટી આ અંગે લોકજાગૃતિ અને મ્યુનીસીપલ એક્ટ મુજબ જરૂરી તમામ કાર્યવાહી કરશે, આ ઉપરાંત ફારુક સૂર્યાએ સી-મોલ અંગે શાશક પક્ષ જનતાને ભરમાવી રહ્યા હોવાનો આક્ષેપ પણ કર્યો હતો, પોરબંદરમાં પાયાની જરુરીયાત ભૂગર્ભ ગટર કનેક્શન જેવા વિષયો છે જેને કોરાણે કરીને શાશકપક્ષ લોકલુભાવન યોજનાઓ લાવીને સંપૂર્ણ રીતે પૂરી કરવાને બદલે બીજી લોકલુભાવન યોજનાઓ દાખલ કરીને જનતાને ભર્માંવવાનું કામ કરે છે. શહેર ના વિકાસ માટે પક્ષોના ભેદભાવ ભૂલીને કોંગ્રેસ વિકાસ કાર્યોમાં રોડા નાખવાનું કામ નહિ કરે પરંતુ જો જનસુવિધા ને કોરાણે મુકીને શાશકો માત્ર જનતાને ભર્માંવવાનું કામ કરશે તો કોંગ્રેસ લોકજાગૃતિ લાવવાનું કામ સતત કરતી રહેશે.

મોહન મોઢવાડિયાએ જણાવ્યું હતું કે પુરાંત વાળું બજેટ રજુ કર્યું છે જેથી શહેરના જુદા જુદા વિસ્તારોમાં ૧૦૫ જેટલા ડામરના તથા સીસીટીવી રોડના કામો પણ કરવાનો આ બજેટમાં મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે.

By admin