• જિલ્લાના ભૂસ્તરશાસ્ત્રી કે જિલ્લા ખાણ ખનિજ વડાને મહિને રૂ.30 લાખથી લઈને રૂપિયા 3 કરોડની કમાણી થાય છે. તે કમાણીનો હિસ્સો ગાંધીનગર સુધી પહોંચે છે.
  • ભાજપના પોરબંદરના નેતા અને ધારાસભ્ય બાબુ બોખીરિયાને ખાણમાં ગેરદાયકે ખોદકામ કરવાના રૂ.130 કરોડના દંડના ગુનામાં ગુજરાત સરકારે બચાવી લીધા છે.

કોંગ્રેસ પક્ષના ધારાસભ્‍યઓએ સામૂહિક રીતે 25 માર્ચ 2021ના રોજ વાહનવ્યવહાર પ્રધાન રણછોડ ફળદુને આકરાં પ્રશ્નો પૂછીને ગુજરાતના લોકોના પૈસા બચાવવાના હિતમાં જવાબો મેળવ્યા હતા.

ઓવરલોડ માટી, રેતી તથા કપચી ભરી જતાં ડમ્પરો બે વર્ષમાં 25149 પકડવામા આવ્યા હોવાનું બહાર આવ્યું છે.
સુરત, દેવભૂમિદ્વારકા, નર્મદા, બનાસકાંઠા, પંચમહાલ, તાપી, મોરબી, છોટાઉદેપુર અને કચ્છ જીલ્લામાં વર્ષ 2019 કરતાં 2020માં વધુ ડમ્પરો પકડાંયા છે.

તેમાં તાપી અને કચ્છ જીલ્લામાં 2019 કરતાં 2020માં ત્રણગણાં વધુ ડમ્પરો પકડવામાં આવ્યા છે. કોરોના મહામારી સૌને નડી છે પરંતુ ખનિજ માફીયાઓ કોરોનાકાળમાં પણ બેફામ બન્યા છે.

નદીમાતાની ભાજપ સાબરમતીમાં આરતી ઉતારીને પૂજા કરે છે. પણ તે જ નદીની રેતી ચોરી કરાવે છે. જિલ્લાના ભૂસ્તરશાસ્ત્રી કે જિલ્લા ખાણ ખનિજ વડાને મહિને રૂ.30 લાખથી લઈને રૂપિયા 3 કરોડની કમાણી થાય છે. તે કમાણીનો હિસ્સો ગાંધીનગર સુધી પહોંચે છે.

બિલ્ડરો કહે છે કે જે પકડાયા છે તે 1 ટકો છે. 99 ટકા તો છટકી જાય છે. આવા 2 લાખ ટ્રકો કે ડેમ્પરો પકડાતા ન હોવાનું વિભાગના પ્રામાણિક અધિકારીઓ માને છે.

વાભાગના રાજ્ય કક્ષાના વાહન વ્યવહાર પ્રધાન ઇશ્વરસિંહ પટેલ છે. જ્યારે વિભાગના અધિક મુખ્ય સચિવ અને અગ્ર સચિવ એમ બે હોદ્દા પર કમલ દયાની છે. તે પણ બન્ને હોદ્દા પર તેઓ ઈન્ચાર્જ તરીકે છે.

વિભાગના બીજા અધિકારીઓમાં બંદરો અને વાહન વ્યવહાર વિભાગ, બ્લોક નં. 2, રજો માળ, સચિવાલય, ગાંધીનગરમાં અધિક મુખ્ય સચિવના રહસ્ય સચિવ આઇ એ નાગોરી, નાયબ સચિવ પ્રકાશ મજમુદાર, આર. વી. ભટ્ટ, બી જે ગાવીત, એ પી મકવાણા, બી જી પટેલ, આર ઓ રાઠવા, પી ડી સોલંકી , બી એમ ચૌધરી, બી ડી મોદી છે.

છેલ્લા બે વર્ષમાં રૂા.212 કરોડની ખનિજ ચોરી પકડાઇ હતી પણ માત્ર 10 પોલીસકેસ કરવામાં આવ્યા હતાં. આમ, રેતી-ખનિજ માફિયાઓ પ્રત્યે સરકારનુ કુણું વલણ રહ્યુ છે તેવુ ચિત્ર સ્પષ્ટ થયુ છે.

વિધાનસભામાં વર્ષ 2019માં 171 વખત અને વર્ષ 2020માં 127 વખત દરોડા પાડવામાં આવ્યા હતા.

એશિયાનો સૌથી મોટો લાઇમસ્ટોનનો જથૃથો છે તે પોરબંદર જિલ્લામાં અગાઉ 500 કરોડની વધુની ખનિજ ચોરી પકડાઇ ચૂકી છે. તે પોરબંદર જિલ્લામાં વર્ષ 2019માં એકેય દરોડો પાડવામાં આવ્યો નથી. વર્ષ 2020માં એક જ દરોડો પાડયો હતો તે સરકારે ખુદ કબૂલ્યુ છે. ભાજપના પોરબંદરના નેતા અને ધારાસભ્ય બાબુ બોખીરિયાને ખાણમાં ગેરદાયકે ખોદકામ કરવાના રૂ.130 કરોડના દંડના ગુનામાં ગુજરાત સરકારે બચાવી લીધા છે.

ભૂસ્તર શાસ્ત્રી ર્ગ-2ની 55 જગ્યાઓ મંજૂર થયેલી છે તે પૈકી 28 જગ્યા ખાલી છે. આમ,ભૂસ્તરશાસ્ત્રીની કુલ 50 ટકા જગ્યાઓ ખાલી રહી છે. આ જગ્યાઓ ખાલી હોવાના કારણે ખનિજ માફિયાઓ બેફામ બન્યાં છે.

ખનિજ ચોરી કરતાં ટ્રકો-ડંપરો પકડાયા
2019 2020 કૂલ
આણંદ 639 70 709
ભાવનગર 379 112 491
નવસારી 736 524 1260
વલસાડ 528 186 714
મહેસાણા 1022 570 1592
પાટણ 556 343 899
વડોદરા 1069 245 1314
સુરત 962 1133 2095
રાજકોટ 149 93 242
૧૦ પોરબંદર 79 43 122
૧૧ જામનગર 233 107 340
૧૨ દેવભૂમિદ્વારકા 41 81 122
૧૩ નર્મદા 90 246 336
૧૪ ડાંગ 208 0 208
૧૫ બનાસકાંઠા 124 231 355
૧૬ કચ્છ 305 989 1294
૧૭ અમદાવાદ 2520 1835 4355
૧૮ બોટાદ 100 70 170
૧૯ દાહોદ 295 183 478
૨૦ પંચમહાલ 371 495 866
૨૧ અમરેલી 284 78 362
૨૨ ગાંધીનગર 476 326 802
૨૩ તાપી 11 81 92
૨૪ ગીરસોમનાથ 278 107 385
૨૫ જૂનાગઢ 217 78 295
૨૬ અરવલ્લી 629 203 832
૨૭ સાબરકાંઠા 1206 514 1720
૨૮ સુરેન્દ્રનગર 363 266 629
૨૯ મોરબી 113 127 240
૩૦ છોટાઉદેપુર 131 199 330
૩૧ ભરૂચ 413 226 639
૩૨ મહીસાગર 202 137 339
૩૩ ખેડા 423 99 522
કુલ 15152 9997 25149

Source : Dilip patel 

By admin