ચાલુ વર્ષે જુલાઈ સુધી ચાલે તેટલો પાણીનો જથ્થો હોવાથી પીવાના પાણીની સમસ્યા ટળી

પોરબંદરના ફોદાળા ડેમમાં ૮.૯૭ અને ખંભાળા ડેમમાં ૧૩.૯૯ MCQM પાણીનો જથ્થો છે. ચાલુ વર્ષે જુલાઈ સુધી ચાલે તેટલો પીવાના પાણીનો જથ્થો હોવાથી પોરબંદર વાસીઓ માટે પીવાના પાણીની સમસ્યા ટળી છે. પોરબંદર જિલ્લા અને પીવાનું પાણી પુરૂ પાડતા ડેમોની વાત કરીએ તો જિલ્લામાં ખંભાળા અને ફોદાળા ડેમ આવે છે. જેમાં ફોદાળા ડેમમાં ૧૩.૯૯ MCQM અને ખંભાળા ડેમમાં MCQM જેટલો પીવાના પાણીનો જથ્થો છે. પોરબંદર જિલ્લાને નિયમિત રીતે ખંભાળા અને ફોદાળા ડેમ પીવાનું પાણી પૂરું પાડે છે. પોરબંદર જિલ્લામાં આમ તો અગાઉના વર્ષોમાં ઓછો વરસાદ થયો હોય ત્યારે ઉનાળાની સિઝનમાં પીવાના પાણીની તંગી સર્જાતી હોય છે અને શહેર તેમજ ગ્રામ્ય પંથકમાં પણ લોકોને પીવાના પાણી માટે વલખા મારવાની નોબત આવતી હોય છે ત્યારે ચાલુ વર્ષ દરમિયાન ચોમાસાની ઋતુમાં પુષ્કળ પ્રમાણમાં વરસાદ પડયો હતો અને ઉપરવાસના વિસ્તારોમાં પણ ભારે વરસાદ પડયો હોવાના કારણે પોરબંદર જિલ્લામાં આવેલ નાના મોટા જળાશયો વરસાદી પાણીથી છલોછલ ભરાઇ ગયા હતા. જેથી ચાલુ વર્ષે પીવાના પાણીની સમસ્યાનું નિરાકરણ થયું છે. અને ફોદાળા તેમજ ખંભાળા ડેમ કે જે પોરબંદર જિલ્લાને પીવાનું પાણી પૂરું પાડે છે ત્યારે આ ડેમોમાં પણ જુલાઈ માસ સુધી ચાલે તેટલો પાણીનો જથ્થો છે. જેથી ચાલુ વર્ષે પીવાના પાણીની સમસ્યાનું સમસ્યાનું નિરાકરણ થયું છે.

સોઢાણા ગામે શોકસર્કિટથી ઘઉંના પાકમાં આગ લાગે તે પહેલા ખેડૂતોએ આગ બુઝાવી

  • વીજ વાયર તુટતાં આગ અકસ્માત સર્જાયો

પોરબંદર તાલુકાના સોઢાણા ગામ ખાતે શોક સર્કિટ થયો હોવાના કારણે આગ અકસ્માત સર્જાતા ઘઉંના પાકમાં આગ લાગતા ખેડૂતોએ મહામહેનતથી બળીને ખાખ થાય તે પહેલા ઘઉંના પાકને બચાવ્યો હતો.
પોરબંદર તાલુકાના સોઢાણા ગામ ખાતે આપડોરીયા વિસ્તારમાં ગીગાભાઈ રણમલભાઇ કારાવદરાના ખેતરમાં વીજવાયર પસાર થઈ રહ્યા છે. અને નીચે ખેતરમાં આ ખેડૂતે ઘઉંના પાકનું વાવેતર કર્યું છે ત્યારે ખેતરમાં તૈયાર થયેલ ઘઉંના પાકને કાઢવા માટે કટર આવ્યું હતું. આ કટર વીજ વાયરમાં અટકી ગયું હતું. જેના પગલે વીજ વાયરમાં શોર્ટસર્કિટ સર્જાઈ હતી. જેથી નીચે ઘઉંના પાકમાં આગ લાગી હતી. આસપાસ 150 વિઘા થઈ પણ વધુ ઘઉંનો પાક હતો. પરંતુ વીજ અકસ્માત સર્જાયો હોવાના પગલે અહીં લોકોના ટોળે ટોળા એકઠા થઇ ગયા હતા. અને આગ બુઝાવવા માટે પ્રયાસ કર્યા હતા. ખેડૂતોએ મહામહેનતે ઘઉંના પાકમાં લાગેલ આગ બુઝાવી હતી જેથી નજીકમાં રહેલ 150 વીઘા ઘઉંના પાકમાં આગ લાગે તે પહેલાં જ ખેડૂતોએ આગ બુઝાવી હતી. જેથી ખેડૂતોનો ઘઉંનો પાક બળતો બચી ગયો હતો. આમ ખેડૂતોએ પણ પીજીવીસીએલ વિભાગ દ્વારા ખેતર માંથી નીકળતા ઝુલતા વીજ વાયરોનું સમારકામ કરવામાં આવે તેવી માગ કરાઈ હતી.