કર્ણાટકમાં સિદ્ધારમૈયાના નેતૃત્વવાળી કોંગ્રેસ સરકારે ગત ભાજપ સરકાર દ્વારા બનાવવામાં આવેલા ધર્માંતરણ વિરોધી કાયદાને રદ કરવાનો…
कर्नाटक
कर्नाटक में आज होगा मंत्रिमंडल विस्तार, 24 विधायक लेंगे मंत्री पद की शपथ
कई दिनों के विचार विमर्श के बाद कांग्रेस ने आखिरकार अपने और 24 विधायकों की सूची…
મતદારો: કમિશનનો મુદ્દો ભાજપના પરાજયનું કારણ
દક્ષિણના પાંચ મોટા રાજ્યોમાં ભાજપ માટે પ્રવેશદ્વાર ગણાતા કર્ણાટકમાં ભાજપનો કારમો પરાજય થયો છે. આ પરાજય માટે અનેક પરિબળો કારણભૂત હોવાનું સૂત્રોનું કહેવું છે. જોકે, સૌથી મહત્વનું કારણ રાજ્યમાં ફેલાયેલો ભ્રષ્ટાચાર ભાજપને નડી ગયો છે. કોંગ્રેસે આ મુદ્દાને જોરશોરથી ઉઠાવ્યો હતો.
કર્ણાટકમાં વિધાનસભા ચૂંટણીમાં ભાજપે ભ્રષ્ટાચારના મુદ્દાની મોટી કિંમત ચૂકવવી પડી છે. કર્ણાટકમાં ગયા વર્ષે એપ્રિલમાં એક કોન્ટ્રાક્ટરે ભાજપના પંચાયત રાજના મંત્રી કેએસ ઈશ્વરપ્પા પર ૪૦ ટકા કમિશનનો આરોપ મૂકીને આત્મહત્યા કરી લીધી હતી. ત્યાર પછી ડિસેમ્બર ૨૦૨૨માં વધુ એક કોન્ટ્રાક્ટરે બોમ્મઈ સરકાર પર ભ્રષ્ટાચારના આક્ષેપો મૂકીને આત્મહત્યા કરી લીધી હતી. કોંગ્રેસે આખી ચૂંટણીમાં ભ્રષ્ટાચારનો મુદ્દો પૂરજોશથી ઉઠાવ્યો અને ‘૪૦ ટકા કમિશનની સરકાર’નું સૂત્ર આપ્યું. એટલું જ નહીં તેણે સરકારમાં વિવિધ કામ કરાવવા માટે ભાજપના મંત્રીઓ દ્વારા ઉઘરાવાતા કમિશનનું ‘રેટ કાર્ડ’ પણ જાહેર કર્યું. જનતાને તેના આ મુદ્દા સ્પર્શી ગયા.
ભ્રષ્ટાચારનો આક્ષેપ કરી કોન્ટ્રાક્ટરે આત્મહત્યા કરતાં ભાજપના મંત્રી કેએસ. ઈશ્વરપ્પાએ મંત્રીપદ છોડવું પડયું હતું. માર્ચ ૨૦૨૩માં જ ભાજપના ધારાસભ્ય માડલ વિરુપાક્ષપ્પાના પુત્ર પારસનાથની લાંચ લેવા બદલ ધરપકડ કરાઈ હતી. કોંગ્રેસે દાવો કર્યો કે મુખ્યમંત્રીથી ગ્રેડ-૩ના કર્મચારીઓ સુધી દરેક કોન્ટ્રાક્ટ અને નિમણૂકોમાં લાંચ લેવાય છે. ભાજપ આ આક્ષેપોના જવાબ આપી શક્યો નહીં.
ભાજપમાં આંતરિક કલહ પણ પક્ષના પરાજયનું કારણ. ભાજપે યેદિયુરપ્પાને મુખ્યમંત્રીપદેથી હટાવી બસવરાજ બોમ્મઈને મંત્રી બનાવ્યા હતા. પક્ષમાં જૂથબંધી વધી ગઈ હતી. વધુમાં કોંગ્રેસે તેના સ્થાનિક નેતાઓ મારફત મોંઘવારી, પાણી, વીજળી, રસ્તા જેવા સ્થાનિક મુદ્દાઓ ઉઠાવ્યા જ્યારે ભાજપ રાષ્ટ્રીય મુદ્દા ઉઠાવવામાં વ્યસ્ત રહ્યું. જનતાએ સ્થાનિક મુદ્દાઓને વધુ મહત્વ આપ્યું અને ભાજપને હરાવ્યું.
કર્ણાટક ચૂંટણીનું મહત્વ, 2024 માં સરકાર કોની બનશે ? (રીપોર્ટ)
આમ તો દરેક ચૂંટણીનું એક આગવું મહત્વ હોય છે પરંતુ કર્ણાટક રાજ્યની ચૂંટણી એવા સમયે સામે…
વાણીવિલાસ: હવે ભાજપ નેતાએ સોનિયા ગાંધીને વિષકન્યા ગણાવ્યા
કર્ણાટકની ધારાસભા ચૂંટણીમાં વાણી-વિલાસ શરૂ: કોંગ્રેસના અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ઝેરી સાપ તરીકે ગણાવ્યા…
ગૃહમંત્રી અમિત શાહે કર્ણાટકમાં કર્યો રોડ શો, રસ્તા પર ઉમટ્યા સમર્થકો
રોડ શોમાં અમિત શાહનું વિવિધ સ્થળોએ ફૂલોની વર્ષા કરી સ્વાગત કરાયું અમિત શાહના રોડ શોમાં હજારો…