પોરબંદરના પ્રમુખ પદે સરજુ કારીયા

પોરબંદરના સ્થાનિક સ્વરાજની ચૂંટણી તાજેતરમાં યોજાઇ હતી. જેમાં પોરબંદર નગરપાલિકામાં ભાજપનો ભવ્ય વિજય થયો હતો. 52 પેટમાંથી 42 બેઠક પર ભારતીય જનતા પાર્ટીના ફાળે ગઈ હતી. જેના પ્રમુખ ઉપ પ્રમુખની નિમણૂક કરવામાં આવી હતી. જેમાં પોરબંદર નગરપાલિકાના પ્રમુખ પદે સરજુ કારીયાની વરણી થઇ છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લામેન્ટરી બોર્ડ દ્વારા સરજૂભાઈ ની પસંદગી કરવામાં આવી છે. પોરબંદર નગરપાલિકામાં લોહાણા સમાજ અને ખારવા સમાજને પ્રાધાન્ય આપવામાં આવ્યું છે. પ્રમુખ પદે સરજુ કારીયાની નિમણૂક થઈ છે. અને ઉપપ્રમુખપદની ભારતીબેન જુન્ગીને જવાબદારી સોંપવામાં આવી છે. ઉપરાંત સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકે શૈલેષભાઇ જોષીની વર્ણી કરાઈ છે.

આમ પોરબંદર નગરપાલિકાના પ્રમુખ પદે સરજુ કારીયા બિરાજમાન થયા છે. અને તેઓ એવું જણાવ્યું હતું કે પોરબંદરને પેરીસ બનાવવાનું સપનું ધારાસભ્ય બાબુભાઇ બોખીરીયા સેવી રહ્યા છે અને ધારાસભ્ય બાબુભાઇ બોખીરીયાનું સપનું પૂરું કરવાની દિશામાં કાર્ય કરીશ. તેમજ પોરબંદરમાં સિમોલ અને બીજા રિવરફ્રન્ટનું કામ પૂરું કરવાના પ્રયાસો હાથ ધરી ઉપરાંત દરેક વિસ્તારોમાં જ્યાં ખરાબાની જમીન છે તે સ્થળો પર હું બાગ બગીચાના નિર્માણને પ્રાધાન્ય આપીશ. આમ સરજુ કારીયા પ્રમુખ પદે નિમણૂક થતા તેઓને ઠેરઠેરથી શુભેચ્છાઓની વર્ષા થઇ હતી.