ડેટા ચોરી કરીને ઓનલાઇન કરોડો રૂપિયાની ખરીદી કરી, વાંચો આરોપીઓને કોની સાથે છે સંપર્ક

ક્રાઈમ બ્રાંચે અમેરિકન અને કેનેડિયન ડેબિટ કાર્ડ – ક્રેડિટ કાર્ડના ચોરી કરેલા ડેટામાંથી 2 કરોડની ઓનલાઇન ખરીદીની ગેંગનો પર્દાફાશ કર્યો છે. ગેંગમાં સામેલ ત્રણ આરોપીની ધરપકડ કરવામાં આવી છે. ગુજરાત પોલીસ અધિકારીઓએ આ માહિતી આપી છે.

એક અધિકારીએ જણાવ્યું હતું કે પકડાયેલા આરોપીઓમાં હર્ષવર્ધન પરમાર, કલ્પેશકુમાર સિંઘા અને મોહિત લાલવાણી (સુરત) નો સમાવેશ થાય છે,  ક્રાઇમ બ્રાંચના જણાવ્યા મુજબ હર્ષવર્ધન અત્યાર સુધીમાં 70 લાખ, કલ્પેશકુમાર સિંઘાએ 70 લાખ અને મોહિતે 60 લાખની ખરીદી કરી છે.

આરોપી ડાર્ક વેબસાઇટ દ્વારા અમેરિકા, કેનેડા અને અન્ય દેશોના લોકોના નામ, ક્રેડિટ-ડેબિટકાર્ડ નંબર, સીવીવી નંબર, તેનો એક્સપાયરી નંબર, જન્મ તારીખ, વગેરેની માહિતી ચોરી કરી ખરીદતા હતા,તેમની પાસેથી 12 મોબાઇલ ફોન, પાંચ લેપટોપ અને 241 સીમકાર્ડ્સ અને એક ડોંગલ કબજે કરાયા છે.

આરોપીનો પાકિસ્તાનીઓ સાથે સંપર્ક હોવાનું પણ બહાર આવ્યું છે. તેમણે ટેલિગ્રામ દ્વારા વિદેશી લોકોના ક્રેડિટ, ડેબિટ કાર્ડની વિગતો ખરીદવા માટે લિંક અને તેનો આઈડી-પાસવર્ડ મેળવ્યો