કમલાબાગથી કર્લીના પુલ સુધીના માર્ગને વન -વે કરો

દરરોજ નાના-મોટા અકસ્માતો સર્જાઇ રહ્યા છે : કોંગ્રેસ

પોરબંદર જિલ્લા કોંગ્રેસ સમિતીના મંત્રી જગદિપભાઇ આગઠે જિલ્લા પોલીસવડાને પત્ર લખીને માંગ કરી હતી કે, પોરબંદર શહેરના કમલાબાગથી કર્લીના પૂલ તરફ જતા રસ્તાની સાઇડમાં પાઇપ લાઇન ફીટ કરવાના કામો ચાલતા હોય, જેથી આ રસ્તાની એક બાજુ ખોદકામ વગેરે કામો ઘણા લાંબા સમયથી ચાલતા હોય જેથી વાહન ચાલકો પોતાના વાહનને આ રોડ પરથી ચલાવતી વખતે થાપ ખાઇ જાઇ છે અને અવાર-નવાર અહીં નાના-મોટા અકસ્માતો સર્જાતા રહે છે, રોડ પર ગોકળગાયની ગતીએ થતા આ સમારકામોના કારણે અહીં ઘણા અકસ્માતો સર્જાઇ ચૂક્યા છે અને અકસ્માતોના કારણે વાહન ચાલકોએ પોતાના જીવ ગુમાવ્યાના બનાવો પણ બની ચૂક્યા છે તો ઘણા અકસ્માતોમાં વાહન ચાલકોને ગંભીર ઇજાઓ પણ પહોંચેલ છે.

આમ આ નેશનલ હાઇવેને જોડતા મહત્વના માર્ગ પર જે સાઇડમાં કામો ચાલે છે તે સાઇડની બન્ને તરફ બેરીકેટ મૂકી માર્ગને બંધ કરવામાં આવે અને આ ડબલ ટ્રેકના રોડની એક સાઇડ બંધ કરીને કામચલાઉ આ રોડની બીજી ટ્રેક પર વાહનોની આવક-જાવક ચાલુ કરવામાં આવે તેવા મતલબની માંગ જિલ્લા કોંગ્રેસ સમિતીના મંત્રીએ પત્ર લખીને એસપી સમક્ષ માંગ કરી છે.