ગાંધીજીની જન્મભૂમિ પોરબંદરમાં કીર્તિ મંદિર ખાતેથી કૃષિમંત્રી આર.સી.ફળદુએ આઝાદી ના અમૃત મહોત્સવ અંતર્ગત પદયાત્રા અને સાયકલ યાત્રા ને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું. આ પુર્વે મંત્રી તેમજ ધારાસભ્ય બાબુભાઇ બોખીરીયા એ પુજ્ય ગાંધી બાપુ અને કસ્તુરબા ની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પી હતી. આ પ્રસંગે કલેકટર ડી.એન. મોદી અને જિલ્લાના અધિકારીઓ પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. પોરબંદર ચોપાટી ખાતે મુખ્ય કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.

મણીયારા રાસની રમઝટ 

પોરબંદરમાં મહાત્મા ગાંધીજીનો જન્મ સ્થળ કિર્તિ મંદિર ખાતેથી પદયાત્રા અને સાઈકલ રેલીનું પ્રસ્થાન કરાવ્યા બાદ ચોપાટી ખાતે આઝાદી અમૃત મહોત્સવના કાર્યક્રમનો શુભારંભ કરવામાં આવ્યો હતો. જેમાં કૃષિ મંત્રીના અધ્યક્ષ સ્થાને કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મણીયારા રાસની રમઝટ બોલાવવામાં આવી હતી.

આઝાદી અમૃત મહોત્સવમાં ચાલુ સભામાં મહિલા બેહોશ થતા સારવાર આપવા ખસેડાયા

પોરબંદર ચોપાટી ખાતે યોજવામાં આવેલ કાર્યક્રમમાં ચાલુ સભા દરમિયાન મહિલા બેહોશ થઇ હતી. આરસી ફળદ્રુપનો કાર્યક્રમ યોજવામાં આવ્યો છે. આઝાદી અમૃત મહોત્સવના કાર્યક્રમ દરમ્યાન આંગણવાડી કાર્યકરોને હાજર રહેવા જણાવવામાં આવ્યું છે. જેમાં મોટી સંખ્યામાં આંગણવાડી કાર્યકરો હાજર રહ્યા હતા. ત્યારે ચાલુ સભા દરમિયાન આંગણવાડી મહિલા બહોશ થતા ભાગદોડ થઇ હતી. અને આ મહિલાને તાત્કાલિક ધોરણે સરકારી હોસ્પિટલ ખાતે સારવાર માટે લઇ જવામાં આવ્યા હતા.

By admin