પોરબંદર તા.૨, પોરબંદર જિલ્લામાં આજે તા.૨ માર્ચના રોજ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પરીણામો જાહેર થયા હતા. જિલ્લા ચૂંટણી તંત્ર દ્રારા તા. ૨ માર્ચના રોજ જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત તથા પોરબંદર નગરપાલિકાની ચૂંટણીની મતગણતરી માટે જિલ્લામા જુદી-જુદી ચાર જગ્યાઓ જેમાં નગરપાલિકા માટે પોરબંદર પોલીટેકનીક કોલેજ ખાતે બ્લોક બી અને બ્લોક સીમાં મતગણતરી થઇ હતી.
પોરબંદર જિલ્લા પંચાયત પોરબંદર તાલુકો, પોરબંદર તાલુકા પંચાયત વિસ્તારની મતગણતરીનું સ્થળ માધવાણી કોલેજ પોરબંદર, જિલ્લા પંચાયત રાણવાવ તાલુકો તથા તાલુકા પંચાયત રાણાવાવ તાલુકાનું મતગણતરી સ્થળ સરકારી વિનયન કોલેજ રાણાવાવ, જિલ્લા પંચાયત કુતિયાણા તાલુકો તથા તાલુકા પંચાયત કુતિયાણા તાલુકાની મતગણતરી સ્થળ સરકારી હાઈસ્કુલ કુતિયાણા તથા પોરબંદર-છાંયા નગરપાલિકા મતવિસ્તારની મતગણતરી સ્થળ સરકારી પોલીટેકનીક પોરબંદર ખાતે કરવામાં આવી હતી.
મતગણતરીના સ્થળોની મુલાકાત લઇ નિરીક્ષણ કરતા કલેકટર શ્રી ડી.એન.મોદી
પોરબંદર તા.૨,પોરબંદર જિલ્લામાં આજે તા.૨ માર્ચના રોજ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પરિણામો માટે થયેલી મતગણતરીની કામગીરીનું જિલ્લા કલેકટર શ્રી ડી .એન.મોદીએ નિરીક્ષણ કર્યું હતુ. પોરબંદર માધવાણી કોલેજ ખાતે તેમજ પોલીટેકનીક કોલેજ કલેકટરશ્રીએ કાઉન્ટીંગની કામગીરીનું નિરીક્ષણ કરવા મુલાકાત લીધી હતી. આ તકે ચૂંટણી અધિકારી શ્રી કે.વી બાટી, શ્રી વિવેક ટાંક, શ્રી પરમાર અને એ.આર.ઓ ઉપસ્થિત રહયા હતા.
પોરબંદર જિલ્લામાં કાઉન્ટીંગના સ્થળોએ શાંતિપુર્ણ રીતે મતગણતરી માટે પુરતો પોલીસ બંદોબસ્ત
પોરબંદરતા.૨,પોરબંદર જિલ્લામાં યોજાયેલ સ્થાનિક સ્વરાજયની ચુંટણીની મતગણતરીની કામગીરી શાંતિપુર્ણ રીતે થઇ શકે તે માટે જિલ્લાના ચારેય કાઉન્ટીંગ સેન્ટર ખાતે પોલીસ અધિકારીઓ ના માર્ગદર્શનમાં પોલીસ જવાનો દ્વારા પુરતો બંદોબસ્ત રાખવામાં આવ્યો હતો.ચુંટણી તંત્રના સંકલનમાં રહીને કામગીરી કરવામાં આવી હતી.