પોરબંદર તા, ૨૮. પોરબંદર જીલ્લાની જાહેર જનતા માટે કોવીડ વેકસીનેશનની કામગીરી આવતી કાલ તા. ૧માર્ચ ૨૦૨૧થી શરૂ કરાશે. જેમાં ૬૦ વર્ષ કે તેથી વધું ઉંમર વાળા તમામ વ્યકતીઓ તથા ૪૫ વર્ષથી ૫૯ વર્ષના ગંભીર બિમારી ધરાવતા નાગરીકોને કોરોનાની રસી આપવામાં આવશે.

જે અંર્તગત તારીખ ૧ માર્ચ ૨૦૨૧થી પોરબંદર જીલ્લામાં પોરબંદર તાલુકાનાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર બખરલા, સીમર, વિસાવાડા, મોઢવાડા, ગરેજ, કડછ તથા સામુહિક આરોગ્ય કેન્દ્ર અડવાણા અને માધવપુર. રાણાવાવ તાલુકામાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર બિલેશ્વર તથા રાણા-કંડોરણા અને રાણાવાવ સામુહિક આરોગ્ય કેન્દ્ર અને કુતિયાણા તાલુકાનાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર દેવડા, ખાગેશ્રી, મૈયારી અને કુતિયાણા સામુહિક આરોગ્ય કેન્દ્ર તેમજ પોરબંદની સીવીલ હોસ્પીટલ ખાતે રસીકરણનો શુભારંભ કરવામાં આવશે. તેમજ પોરબંદરની ઠકરાર હોસ્પીટલ ખાતે મહતમ રૂા.૨૫૦ ભરીને પણ વેકસીન લઇ શકાશે.

લાભાર્થીઓ એ આરોગ્ય સેતુ, કોવિન પોર્ટલ, ડીઝી લોકર પૈકી કોઇ પણ એક એપ્લીકેશનમાં પણ પોતાનું રજીસ્ટ્રેશન કરી શકશે. અને લાભાર્થી રસીકરણ કેન્દ્ર ઉપર જઇ પોતાના આઇ.ડી. પ્રુફ (આધારકાર્ડ, પાન કાર્ડ, પાસપોર્ટ, ચુટણી કાર્ડ, ડ્રાઇવીંગ લાઇસન્સ) બતાવી રજીસ્ટ્રેશન કરાવી રસી લઇ શકશે.

ઉપરોકત રસીકરણનો જનતાએ મહતમ લાભા લેવા જીલ્લા પંચાયત આરોગ્ય શાખા, પોરબંદર દ્વારા અપીલ કરાઇ છે

By admin