ભાજપના વાવાઝોડાથી છ મહાનગરો કેસરિયા

અપેક્ષા મુજબ જ રાજ્યની ૬ મહાનગરપાલિકામાં કેસરિયો છવાઈ ગયો છે. આજે મતગણતરી શરુ થઇ ત્યારથી જ છ એ છ મહાનગરપાલિકામાં ભાજપના ઉમેદવારોએ લીડ લઇ લીધી હતી અને કોંગ્રેસનો સફાયો થતો જોવા મળી રહ્યો હતો.આ લખાય છે ત્યારે રાજ્યમાં ભાજપ કુલ ૧૪૧ બેઠક ઉપર અને કોંગ્રેસ ૪૦ બેઠક ઉપર આગળ છે. અમદાવાદની ૧૨૮ બેઠકોમાંથી ભાજપ ૫૪ બેઠક ઉપર આગળ છે જયારે કોંગ્રેસ માત્ર પાંચ બેઠક ઉપર અને અન્યો ચાર બેઠક ઉપર આગળ છે. આ જ રીતે વડોદરાની ૭૬ બેઠકોમાંથી ભાજપ ૧૧ બેઠક ઉપર અને કોંગ્રેસ ૬ બેઠક ઉપર આગળ છે, સુરતની ૧૨૦ બેઠકોમાંથી ભાજપ ૧૬,કોંગ્રેસ ૫ અને અન્યો ૮ બેઠક ઉપર આગળ છે. રાજકોટ મહાનગરપાલિકાની ૭૨ બેઠકોમાંથી ભાજપ ૧૬ બેઠક ઉપર અને કોંગ્રેસ ૨ બેઠક ઉપર આગળ છે.

જામનગરમાં ૬૪ બેઠકોમાંથી ભાજપ ૧૧, કોંગેસ ૪ અને અન્યો ૬ બેઠક ઉપર આગળ છે જયારે ભાવનગરમાં ૫૨ બેઠકોમાંથી ભાજપ ૧૮ અને કોંગ્રેસ ૬ બેઠકો ઉપર આગળ છે. જામનગરમાં વોર્ડ નં.૫માં ભાજપની પેનલનો વિજય નોંધાયો છે જ્યારે અમદાવાદમાં વસ્ત્રાલ વોર્ડમાં, રાજકોટના વોર્ડ નં. ૭ અને ૧૦માં બીજેપીની પેનલનો ભારે બહુમતીથી વિજય થયો છે.ભાવનગરમાં વોર્ડ ૧૧ના ચારેય ઉમેદવારો વિજેતા બન્યા છે. ભાજપના ચારેય ઉમેદવારો ભાવના બેન ત્રિવેદી, મીના બેન મકવાણા, કિશોર ભાઈ ગુરુમુખાણી, મહેશ ભાઈ વાજાએ જીત મેળવી છે.વડોદરામાં કોંગ્રેસે જીતનું  ખાતુ ખોલાવ્યું. વડોદરામાં વિપક્ષના નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવની જીત થઈ છે.

આ ટ્રેન્ડ જોતા તમામ મહાનગરપાલિકામાં ફરી કેસરિયા બ્ર્રીગેડ સત્તા ઉપર આવશે તે નિશ્ચિત લાગી રહ્યું છે. આજે સવારથી તમામ મતગણતરી કેન્દ્રો ઉપર ચુસ્ત બંદોબસ્ત સાથે ગણતરી શરુ થઇ હતી અને ભાજપના કાર્યકરોના ચહેરા ઉપર ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો.

રાજ્યની ૬ મહાનગર પાલિકામાં ઓછા મતદાન બાદ ૮ વાગ્યાથી મતગણતરીનો પ્રારંભ થઈ ગયો હતો.. સૌથી પહેલા બેલેટ પેપરની મતગણતરી શરૂ થઈ હતી , ત્યારબાદ  ખુલ્યા હતા. બેલેટ પેપરના શરૂઆતી ટ્રેન્ડમાં ભાજપ આગળ અને કોંગ્રેસ પાછળ ચાલી રહ્યા છે. ત્યારે ગઈકાલ બપોરથી રાજ્યના ચૂંટણી પંચ અને પોલીસ અધિકારીઓ મતગણતરીના સ્થળ પર સ્ટ્રોંગ રૂમની સુરક્ષા વ્યવસ્થા માટે પહોંચ્યા હતા. આજે વહેલી સવારથી મતગણતરી અધિકારી તેમજ રાજકીય પક્ષોના આગેવાનો સ્થળ પર આવી પહોંચ્યા હતા.

સુરત મહાનગરપાલિકાની ચૂંટણીની મતગણતરી બે કેન્દ્રો ઉપર કરવામાં આવી રહી છે. શહેરની ગાંધી એન્જિનિયરિંગ કોલેજ અને એસવીએનઆઇટી કોલેજ ખાતે મતગણતરી થઇ રહી છે. . મતગણતરી સેન્ટરની બહાર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. કેન્દ્રો પર મતગણતરી શરૂ થઇ ગઇ છે. મતગણતરી સેન્ટરની બહાર તમામ અપડેટ મળી રહે એ પ્રકારની વ્યવસ્થા માટે સ્ક્રીન પર ગોઠવવામાં આવી છે.

અમદાવાદમાં એલડી એન્જીનીયરીંગ કોલેજ ખાતે સીસીટીવી કંટ્રોલ રૂમ ઉભો કરાયો છે. ચૂંટણી એજન્ટ અને અધિકારીઓ માટે કંટ્રોલ રૂમ બનાવાયો છે. સ્ટ્રોંગ રૂમ અને મત ગણતરી કેન્દ્રો પર સીસીટીવી કેમેરાથી સજ્જ કરવામાં આવ્યા છે. ૧૦૬ સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા છે. બેલેટ પેપરની મતગણતરીમાં ૧૪માં ભાજપ આગળ જ્યારે અમદાવાદના દાણીલીમડામાં કોંગ્રેસ આગળ છે. અમદાવાદના દાણીલીમડામાં ઇ વી એમથી મતગણતરી શરૂ કરવામાં આવી છે.
ભાજપના ખાનપુર ખાતેના કાર્યાલય ખાતે મતગણતરીની શરૂઆત સમયે ઠંડો માહોલ જોવા મળી રહ્યો છે. જોકે ભાજપે કાર્યાલય ખાતે સાઉન્ડ સિસ્ટમની વ્યવસ્થા ગોઠવી રાખી છે. જેથી સારા પરિણામથી કાર્યાલય બહાર ઉજવણી થઈ શકે.

મળતી માહિતી પ્રમાણે, અસરાવા વોર્ડમા પ્રથમ રાઉન્ડમાં ભાજપ પેનલ આગળ, જોધપુર વોર્ડમા ભાજપ આગળ છે. રાજકોટમાં વોર્ડ નંબર ૭માં ભાજપના તમામ ઉમેદવારો આગળ છે. રાજકોટના વોર્ડ ન.૧૦ માં ભાજપના તમામ ઉમેદવાર આગળ છે. ભાવનગરના વોર્ડ નંબર ૧ – ચિત્રા ફુલસર વોર્ડમાં કોંગ્રેસની પેનલ આગળ છે.હાલના પરિણામ પ્રમાણે, ૩૭ બેઠકો પર બીજેપી આગળ છે જ્યારે ૧૦ બેઠક પર કોંગ્રેસ આગળ છે. વડોદરાના વોર્ડ ૧,૪,૭,૧૦૧૩,૧૬માં મતદાનની ગણતરીની શરૂઆત શરૂ થઇ ગઇ છે. આ સાથે રાજકોટ મનપા વોર્ડ નમ્બર ૧માં પોસ્ટલ બેલેટ પેપરની મત ગણતરી શરૂ કરવામાં આવી હતી.

व्हाट्सप्प आइकान को दबा कर इस खबर को शेयर जरूर करें

Please Share This News By Pressing Whatsapp Buttonजवाब जरूर दे 

आप अपने सहर के वर्तमान बिधायक के कार्यों से कितना संतुष्ट है ?

View Results

Loading ... Loading ...


Related Articles

Close
Website Design By Bootalpha.com +91 82529 92275
.