પોરબંદરની સિવિલ હોસ્પિટલનો રાજ્યમાં A રેન્ક

ડાયગ્નોસ્ટિક સર્વિસીસ પ્રોવાઇડ કરતી 250થી વધુ બેડ ધરાવતી રાજ્યની પ્રથમ ભાવસિંહજી હોસ્પિટલ બની

પોરબંદરની સિવિલ હોસ્પિટલનો રાજ્યમાં A રેન્ક આવતા ડાયગ્નોસ્ટિક સર્વિસીસ પ્રોવાઇડ કરતી 250થી વધુ બેડ ધરાવતી રાજ્યની પ્રથમ ભાવસિંહજી હોસ્પિટલ બની છે.

ભારત સરકારના 7/4 નીતિ આયોગ ઇન્ડિકેટરના માપદંડ પ્રમાણે ભારતના તમામ રાજ્યની જિલ્લા કક્ષાની હોસ્પિટલોમા સર્વે કરવામાં આવ્યો હતો જેમાં બેડ વાઇડ કેટેગરીમાં સર્વે કરવામાં આવ્યો હતો. અને હોસ્પિટલોને રેન્કિંગ આપવામાં આવ્યા હતા જે અનુસાર ગુજરાતના ડાયગ્નોસ્ટિક એટલેકે નિદાનનો લગતી સર્વિસીસ પ્રોવાઇડ કરતી જિલ્લા કક્ષાની 250થી વધુ બેડ ધરાવતી હોસ્પિટલમાં પોરબંદરની ભાવસિંહજી સિવિલ હોસ્પિટલને સમગ્ર ગુજરાતમાં A રેન્કિંગ પ્રાપ્ત થતા આ રેન્કિંગ મેળવનાર રાજ્યની એકમાત્ર પોરબંદર સિવિલ હોસ્પિટલ બની છે. આરએમઓ ડો. દિનેશ ઠાકોરે જણાવ્યું હતું કે પોરબંદરની સિવિલ હોસ્પિટલમાં 250 બેડ ઉપરાંત સીટી સ્કેન, ડીઝીટલ એક્સરે, મેમોગ્રાફી, લેબોરેટરી જેમાં ડાયાબિટીસનો છેલ્લા ત્રણ માસનો રિપોર્ટ સહિતની સુવિધાઓ દર્દીઓને મળી રહી છે.

આ સિવિલ હોસ્પિટલને લક્ષ્ય પ્રોગ્રામનો એવોર્ડ મળવાની શક્યતા ડો. ધર્મેશ પારેખે જણાવ્યું હતું કે પોરબંદરની સિવિલ હોસ્પિટલને નેશનલ લેવલનો લક્ષ્ય પ્રોગ્રામનો એવોર્ડ મળે તેવી પણ શકયતા છે જેમાં લેબર રૂમ અને મેટરનીટી ઓટી કેટેગરીમાં આ એવોર્ડ મળે તેવી આશા પણ વ્યક્ત કરી છે.