ગુમ થયેલ મોબાઇલ ફોન તાત્કાલીક શોધી કાઢયો

અરજદારનો ગુમ થયેલ મોબાઇલ ફોન તાત્કાલીક શોધી કાઢયો : પોરબંદર જીલ્લા પોલીસ અધીક્ષક ડૉ.રવી મોહન સૈની સાહબે તથા નાયબ પોલીસ અધીક્ષકશ્રી જે.સી.કોઠીયા સાહેબ દ્વારા પોલીસ સ્ટેશનમા આવતા અરજદારોની રજુઆતો બાબતે તાત્કાલીક કાર્યવાહી કરવા સૂચના આપેલ હોય જે અન્વયે આજરોજ ક.૨૨.૧૫ વાગ્યે ઉદ્યોગનગર પો.સ્ટે.મા એ.એસ.આઇ. જે.પી. નંદાણીયા નાઓ પી.એસ.ઓ. ફરજ પર હાજર હતા. તે દરમ્યાન અરજદાર રોનકભાઇ ભનુભાઇ યોગી ઉ. વ.૩૦ રહ.દ્વારકા બીરલા સોસાયટી વાળાઓએ પો.સ્ટે. આવી જાણ કરેલ કે, પોતે દ્વારકાથી અહી લગ્ન પ્રસંગમા આવેલ હોય. અને પોતાના ફ્રેન્ડને મૂકવા માટે નરસંગટેકરી ગયેલ હોય તે દરમ્યાન પોતાનો મોબાઇલ ફોન સેમસંગ કંપનીનો નોટ ૧૦ પ્લસ કી.રૂ.૫૦,૦૦૦- નો નરસગં ટેકરી આસ-પાસ પડી ગયેલ હોય. જેની તપાસ કરતા મળી આવેલ ન હોય. તેવુ જણાવતા ફરજ પરના પી.એસ.ઓ. દ્વારા નરસગં ટેકરી પોઇન્ટ પર ફરજ પરના પોલીસ સ્ટાફને આ બાબતની જાણ કરતા ત્યા ફરજ પરના SRD સભ્ય મયરુ જાદિભાઇ ચૌહાણનાઓએ નરસગં ટેકરી આસ-પાસ તપાસ કરતા અરજદારનો પડી ગયેલ મોબાઇલ ફોન શોધતા મળી આવતા અરજદારને

ગુમ થયેલ મોબાઇલ ફોન તાત્કાલીક શોધી કાઢયોપો.સ્ટે. બોલાવી અરજદારને તેમનો મોબાઇલ ફોન SRD સભ્ય દ્વારા પરત સોંપેલ છે. આમ, પોલીસ સાથે ફરજ બજાવતા SRD સભ્યએ નિષ્ઠાવાન ફરજનુ ઉત્તમ ઉદાહરણ પૂરું પાડેલ છે.

ખોડિયાર જયંતિ નિમીત્તે દિવ્યાંગને વહીલચેર અર્પણ કરાઈ

પોરબંદરમાં ખોડિયાર જયંતિ નિમીત્તે છાંયા નગર સેવા સદનના પૂર્વ પ્રમુખ જીવાભાઈ ભુતિયાના પુત્ર ભરતભાઈ ભુતિયા દ્વારા છાંયા વિસ્તારમાં રહેતા એક વિકલાંગ વ્યક્તિને વહીલ ચેર આપીને ખોડિયાર જયંતિની ઉજવણી કરી હતી. આ પ્રસંગે આયુષભાઈ ભુતિયા, રાજુભાઈ ભુતિયા, નવઘણભાઈ રાતિયા, કારાભાઈ પરમાર, આશિષભાઈ ભુતિયા, નરેશભાઈ થાનકી, ઉદયભાઈ ઓડેદરા, ગુલાબગર મેઘનાથી, સરમણભાઈ કોડિયાતર, રામવન ગોસ્વામી, સંદીપગર મેઘનાથી, ભરતભાઈ રાતીયા, મયુર કલ્યાણજીભાઈ જોષી ઉપસ્થિત રહ્યા હતા.