માધવપુર તથા રાણાવાવ શાળાના વિધાર્થીઓએ મતદાન જાગૃતિ પ્રતિજ્ઞા લીધી

પોરબંદર તા.૧૯, સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણી અંતર્ગત પોરબંદર જિલ્લામાં મતદારો ખાસ કરીને યુવા વર્ગમાં મતદાન અંગે જાગૃતિ લાવવા જિલ્લા ચૂંટણી અધિકારી ડી.એન. મોદીના માર્ગદર્શન હેઠળ નોડલ અધિકારી અને ટીમ દ્રારા વિવિધ કોલેજો, શાળાઓ તથા સંસ્થાઓ, શહેરી તથા ગ્રામિણ વિસ્તારોમાં મતદાન જાગૃતિ કાર્યક્રમો હાથ ધરવામાં આવી રહ્યા છે.

મતદારોમા મતદાન પ્રત્યે જાગૃતતા આવે તે હેતુથી પોરબંદર જિલ્લાના માધવપુર ઘેડ ગામની શાળાના વિધાર્થીઓએ માસ્ક અને સામાજિક અંતર સાથે દરિયા કિનારે મતદાન જાગૃતિના શપથ લીધા હતા. તથા રાણાવાવની શાળામાં વિધાર્થીઓએ પણ મતદાન જાગૃતિ સંદેશના શપથ લીધા હતા. મતદાન જાગૃતિ પ્રતિજ્ઞા લેવાની સાથે ઘરના વાલીઓ તથા અન્ય મતદારોને મતદાન કરવા પ્રેરણા પુરી પાડવા કટીબધ્ધતા દાખવી હતી. મતદાર જાગૃતિ વિષયક આ કામગીરીનું સંકલન સ્વેપ નોડલ અધિકારી કાશમીરાબેન સાવંત તથા મદદનીશ સ્વેપ નોડલ એસ.એચ.સોની દ્વારા કરવામાં આવી રહ્યું છે.