ચૂંટણીની નિષ્પક્ષતા નિશ્ચિત કરવાની જવાબદારી ચૂંટણી પંચની : હાઇકોર્ટ

  • કોર્ટે પંચને તેની સત્તાઓ યાદ અપાવી
  • પાલિતાણામાં મેન્ડેટ લૂંટાવાની ઘટનાના ચુકાદામાં હાઇકોર્ટના માર્મિક અવલોકનો

અમદાવાદ, મંગળવાર : પાલિતાણામાં કોંગ્રેસના ૩૨ ઉમેદારોના મેન્ડેટ લૂંટી લઇ તેને ફાડી નાખવામાં આવ્યા હતા. આ મુદ્દે હાઇકોર્ટમાં પહોંચતા રાજ્ય ચૂંટણી પંચે બાંયધરી આપી હતી કે આ ઉમેદવારોની અરજી સ્વીકારવામા આવશે. આજે આ કેસનો વિસ્તૃત ચુકાદો અપલોડ થતાં હાઇકોર્ટે તેમાં ચૂંટણી પંચ અને તેની સત્તાઓ અંગે માર્મિક અવલોકનો કર્યા છે.

જસ્ટિસ જે.બી. પારડીવાલા અને જસ્ટિસ ઇલેશ વારોની ખંડપીઠે નોંધ્યું છે કે ચૂંટણી ન્યાયી અને નિષ્પક્ષ બને તે સુનિશ્ચિત કરવાની જવાબદારી ચૂંટણી પંચની છે. પંચ એ એક સ્વતંત્ર સંસ્થા છે અને તને બહોળી સત્તાઓ મળી છે. ચૂંટણી પંચ સામે આવાં વિવાદો આવે ત્યારે તેણે બંધારણની કલમ ૩૨૪ હેઠળ તેમને મળેલી સત્તાઓનો ઉપયોગ કરી યોગ્ય ઉકેલ  લાવવા જોઇએ. આ કેસમાં ચૂંટણી અધિકારીએ જ જણાવ્યું છે કે મેન્ડેટ લૂંટાયા છે અને તેને ફાડી નાખવામાં આવ્યા છે. આવા કિસ્સાઓમાં ચૂંટણી બંચને બંધારણના અનુચ્છેદ-૩૨૪ હેઠળ બહોળઈ સત્તાઓ છે કે તે ચૂંટણી પ્રક્રિયાની દેખરેખ અને નિયંત્રણ કરે તેમજ યોગ્ય દિશાનિર્દેશો આ પે.