JCI : ટ્રાફિક સપ્તાહ ઉજવણી માર્ગદર્શન સેમિનાર યોજાયો

નવયુગ વિદ્યાલયમાં ટ્રાફિક સપ્તાહની ઉજવણી અંતર્ગત માર્ગદર્શન સેમિનાર યોજાયો : પોરબંદર નવયુગ સ્કૂલ ખાતે ટ્રાફિક જાગૃતિ સેમિનારનું આયોજન કરવામાં આવ્યુ હતું. જેસીઆઈ સંસ્થા અને આરટીઓ તેમજ પોલીસ વિભાગ દ્વારા કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. સતત એક મહિનાથી પોરબંદરમાં પોલીસ અને આરટીઓના સહયોગથી જેસીઆઈ સંસ્થા દ્વારા 32માં માર્ગ સલામતી સપ્તાહની ઉજવણીનું આયોજન કરવામાં આવી રહ્યું છે જેના ભાગરૂપે લોકોમાં ટ્રાફિક અંગે જાગૃતિ લાવવા તેમજ માર્ગ સલામતીના નિયમોની જાણકારી આપવામાં આવી રહી છે ત્યારે શહેરમાં આવેલ નવયુગ વિદ્યાલય ખાતે ટ્રાફિક જાગૃતિ અંગે સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સેમિનારમાં માર્ગ સલામતીના નિયમો અને વાહન ચલાવતી વખતે કઈ કઈ બાબતોની કાળજી રાખવી જોઈએ તેના વિશે માહિતી આપવામાં આવી હતી. આરટીઓના અધિકારી ચાવડા દ્વારા વિસ્તૃતમાં માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યુ હતું. ઉપરાંત આરટીઓ વાહન ચાલકો માટે બનાવેલ ટ્રાફિક નિયમોનું પાલન કરવામાં આવે તેના વિશે પણ સમજ અપાઈ હતી. આ તકે સંસ્થાના સ્થાપક લાખણશી ગોરાણીયા, નવયુગ વિદ્યાલયના આચાર્ય તુષાર પુરોહિત વગેરે ઉપસ્થિત રહ્યા હતા. આ સેમિનારને સફળ બનાવવા માટે નવયુગ વિદ્યાલયના સ્ટાફ સાથે ભારે જહેમત ઊઠાવી હતી.