માછલી પકડવાની જાળ બનાવવાના વ્યવસાયમાં 2500 થી વધુ લોકોને મળી રહેશે રોજગારી

પોરબંદરમાં માછલી પકડવાની જાળ બનાવવાના વ્યવસાયમાં 2500 થી વધુ લોકોને મળી રહેશે રોજગારી

પોરબંદર જિલ્લામાં માછીમારીનો વ્યવસાય મુખ્ય છે અને માછીમારીના વ્યવસાયથી અનેક લોકોને રોજીરોટી મળી રહી છે. પોરબંદર સહિત ગુજરાત અને અન્ય રાજ્યના લોકો પણ માછીમારીના વ્યવસાયમાં આજીવિકા રોળવી રહ્યા છે. અન્ય રાજ્યમાંથી પણ અનેક લોકો પોરબંદર આવી માછીમારીના વ્યવસાયમાં જોતરાઇ આજીવિકા રોજી રહ્યા છે. અંદાજે 25 હજારથી પણ વધુ લોકો કે જેઓ અન્ય રાજ્યમાંથી પોરબંદરમાં આવે છે અને પોરબંદરમાં નાના-મોટા કારખાનાઓમાં રોજગારી મેળવે છે. બરફના કારખાના, માછલીનો નિકાસ કરતા કારખાના તેમજ અન્ય કામોમાં પણ અન્ય રાજ્યના લોકો કામ કરે છે. તેમજ બોટમાં સમુદ્રમાં માછીમારી કરવા માટે અનેક લોકો જાય છે ત્યારે માછીમારીના વ્યવસાયની સાથોસાથ ઝાળ બનાવવાનો ઉદ્યોગ પણ પોરબંદરમાં મોખરે છે. માછલી પકડવા માટે ઝાળ બનાવવાના 15થી વધુ કારખાનાઓ છે. ઉપરાંત છૂટક મજૂરી એટલે કે જાહેર માર્ગો પર પણ લોકો હાથ વડે ઝાળ બનાવે છે. માછલી પકડવાની જાળ બનાવવામાં આશરે 2500થી વધુ લોકો રોજગારી મેળવી રહ્યા છે.