સોનુ કે ટીટુ કી સ્વીટીનો પણ બીજો ભાગ આવશે

 કાર્તિકની શરુઆતની હિટ ફિલ્મ હતી. ભૂલ ભૂલૈયા 3 પણ બોક્સ ઓફિસ પર હિટ જતાં કાર્તિકને સીકવલ દ્વારા સફળતાનો શોર્ટકટ સમજાયો.

બોલીવૂડમાં ‘ભૂલભૂલૈયા થ્રી’ અને ‘સિંઘમ અગેઈન’ હિટ જતાં તમામ સર્જકોને અને કલાકારોેને પોતાની જૂની  ફિલ્મોની ફ્રેન્ચાઈઝીને આગળ વધારવાની તલપ જાગી છે. કાર્તિક  આર્યને પણ ‘ભૂલભૂલૈયા થ્રી’ની સફળતા બાદ તેની હિટ ફિલ્મ ‘સોનુ કે ટીટુ કી સ્વીટી’નો બીજો ભાગ બનાવવા પ્રયાસ શરુ કર્યા છે. કાર્તિકે જોકે આ ફિલ્મની જૂની ટીમ સાથે જ કામ કરશે કે કેમ તે હજુ નક્કી નથી. કાર્તિકની આ ફિલ્મ ૨૦૧૮માં રીલિઝ થઈ હતી. તે તેની કારકિર્દીની શરુઆતની હિટ ફિલ્મોમાંની એક મનાય છે. તેમાં નુસરત ભરુચા તેની સહકલાકાર હતી. કાર્તિક વધુ એક ફ્રેન્ચાઈઝી ‘પતિ પત્ની ઔર વોહ ટૂ’ માટે પણ કામ કરી રહ્યો છે. આ ફિલ્મનું શૂટિંગ મોડું શરુ થવાનું હતું. જોકે, અનુરાગ બસુની ‘મેટ્રો ઈન દિનો’ રી શૂટના કારણે લંબાઈ જતાં કાર્તિકની અનુરાગ બસુ સાથેની ફિલ્મનું શૂટિંગ પણ ઠેલાયું છે. તેનો લાભ લઈને કાર્તિકે ‘પતિ પત્ની ઔર વોહ ટૂ ‘ માટે શિડયૂલ ફાળવી દીધું છે. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *