કૃતિ સેનન તેરે ઈશ્ક મેં ફિલ્મમાં ધનુષ સાથે રોમાન્ટિક ભૂમિકામાં

આનંદ એલ રાય આ ફિલ્મ બનાવી રહ્યા છે.રાંઝણા જેવી જ ઉત્કટ પ્રેમકથા હશે, ધનુષની તારીખોને લીધે શૂટિંગમાં વિલંબ થયો.

ધનુષ અને  કૃતિ સેનનની જોડી આગામી ફિલ્મ ‘તેરે ઈશ્ક મેં’માં સાથે આવી રહી છે. ‘રાંઝણા’ તથા ‘તનુ વેડ્સ મનુ’ જેવી  ફિલ્મો બનાવનારા આનંદ એલ. રાય જ આ ફિલ્મ બનાવી રહ્યા છે. આ ફિલ્મનું  શૂટિંગ  આજકાલમાં જ શરુ થઈ જવાનું હતું. પરંતુ, ધનુષની તારીખોનો મેળ  ન પડતાં તેમાં વિલંબ થયો છે. 

નિર્માતાનો ઈરાદો ફિલ્મને આગામી વર્ષે રીલિઝ કરી દેવાનો છે. સૂત્રોના જણાવ્યા અનુસાર કૃતિએ આ ફિલ્મ માટે વિશેષ તૈયારીઓ આદરી છે.ધનુષ બહુ ઉમદા એક્ટર હોવાથી તેની ભૂમિકા માટે કૃતિ પોતાના લૂક્સ, ડાયલોગ ડિલિવરી તથા પાત્રને ઊંડાણથી ભજવવા માટે ખાસ તૈયારી કરી રહી છે. આનંદ એલ. રાય અગાઉ જ સંકેત આપી ચૂક્યા છે તેમ ‘તેરે ઈશ્ક મેં’ તેમની ધનુષ સાથેની અગાઉની એક ફિલ્મ ‘રાંઝણા’ જેવી જ ઉત્કટ પ્રેમ કથા હશે. આ ફિલ્મમાં ધનુષની હિરોઈન સોનમ કપૂર હતી. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *