અમિતાભ બચ્ચનની ભૂતનાથના ત્રીજા પાર્ટની તૈયારી શરૂ

 ફિલ્મ પ્રારંભિક તબક્કામાં, અન્ય કાસ્ટનો નિર્ણય બાકી. પહેલા બે ભાગમાં શાહરૂખનો કેમિયો હતો પરંતુ હવે ત્રીજા ભાગમાં તેનો રોલ લંબાઈ શકે.

અમિતાભબચ્ચનની જાણીતી, લોકપ્રિય અને સફળ ફિલ્મ ‘ભૂતનાથ’નો ત્રીજો ભાગ બનવાની તૈયારી શરૂ થઇ ગઇ હોવાના સમાચાર છે. આ ફિલમમાં બિગ બીએ એક પ્રેમાળ ભૂતની ભૂમિકા ભજવીને દર્શકોના દિલ જીતી લીધા હતા. જોકે હાલ આ ફિલ્મ પ્રારંભિક સ્ટેજમાં છે. આ ફિલ્મનું શૂટિંગ ૨૦૨૫માં શરૂ કરવામાં આવશે અને ૨૦૨૬માં ફિલ્મને રિલીઝ કરવાની યોજના છે. ફિલ્મની સ્ક્રિપ્ટ પર કામ શરૂ થઇ ગયું છે. રસપ્રદ વાત તો એ છે કે, શાહરૂખ ખાને ભૂતનાથના બન્ને ભાગમાં કેમિયો કર્યો હતો. પરંતુ હવે નિર્માતા ઇચ્છે છે કે, આ વખતે ત્રીજા હિસ્સામાં અભિનેતાનો રોલ વધુ  લંબાવવામાં આવે. જોકે   આ અંગેનો આખરી  નિર્ણય સ્ક્રિપ્ટ પૂરી થાય પછી લેવામાં આવશે. ‘ભૂતનાથ ૩’ હજી પ્રારંભિક સ્ટેજમાં હોવાથી ફિલ્મની અન્ય કાસ્ટ વિશે કોઇ નિર્ણય લેવામાં આવ્યો નથી. સ્ક્રિપ્ટ પૂરી થાય પછી જ ફિલ્મને લગતા વિવિધ નિર્ણયો લેવામાં આવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *