ઋચા એ દીકરીને અરેબિક નામ જુનૈરા ઈદા ફઝલ આપ્યું

આ અરબી શબ્દનો અર્થ દિશાદર્શક પ્રકાશ થાય છે. દીપિકા જેમ ઋચાએ પણ દીકરીને શુદ્ધ હિંદી નામ નથી રાખ્યું.

ઋચા ચડ્ઢા અને અલી ફઝલે પોતાની પુત્રીનું નામ જુનૈરા ઇદા ફઝલ રાખ્યું છે. આ એક અરબી નામ છે અને તેનો મતલબ દિશાસૂચક પ્રકાશ એવો થાય છે. ઋચાએ ૧૬ જુલાઇના રોજ પુત્રીને જન્મ આપ્યો હતો. થોડા સમય પહેલાં દીપિકાએ પોતાની દીકરીનું નામ દુઆ રાખવામાં આવ્યું હોવાનું જણાવ્યું હતું. દીપિકાએ કહ્યું હતું કે આ દીકરી અમારી પ્રાર્થનાઓનું ફળ છે એટલે તેનું નામ દુઆ રાખ્યું છે. તે વખતે જ સંખ્યાબંધ ચાહકોએ કહ્યું હતું કે પ્રાર્થના માટે સંખ્યાબંધ હિંદી શબ્દો મળી શકે તેમ હતા જ્યારે દુઆ શુદ્ધ હિંદી શબ્દ નથી. હવે ઋચાએ  પણ દીકરી માટે શુદ્ધ હિંદીને બદલે અરબી નામ પસંદ કર્યું છે. ઋચા અને અલી ફઝલફિલ્મ ફુકરેમાં કામ કરતી વખતે એકબીજાની નજીક આવી હયા હતા. તેમણે ૨૦૨૨માં  લગ્ન કર્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *