નાણાંની ઉઘરાણીથી કંટાળેલા યુવાને ઝેરી દવા ગટગટાવી આયખું ટુંકાવ્યું

પિતાએ યુવાનની માતાની સોનાની બુટ્ટી શખ્સને આપી દીધી હતી. દિવાળીમાં ફટાકડા સ્ટોલ બનાવવા માટે શખ્સ પાસેથી ઉચા વ્યાજના દરે રૂપિયા લીધા.

વરતેજનાં બુધેલ ખાતે રહેતા અને હીરા ઘસવાનું કામ કરતા યુવાને ફટાકડાનો સ્ટોલ બનાવવા માટે શખ્સ પાસેથી ઉચા વ્યાજ દરે રૂપિયા લીધા હતા.યુવાન દર માસે વ્યાજની ચુકવણી કરતો હતો દરમિયાનમાં વ્યાજ સાથેના રૂપિયાની શખ્સે પઠાણી ઉઘરાણી કરી ગાળો આપી મારી નાખવાની ધમકીથી કંટાળી યુવાને ઝેરી દવા પી લેતા મોત નીપજ્યું હતું.

આ બનાવની જાણવા મળતી માહિતી મુજબ વરતેજનાં બુધેલ ખાતે રહેતા અને હીરા ઘસવાનું કામ કરતા જયેશભાઇ ભુપતભાઈ મકવાણા (ઉ.વ ૨૬ ) એ એક વર્ષ પહેલાં દિવાળી ઉપર ફટાકડાનો સ્ટોલ કરવા માટે સાગર આલગોતર (રહે. માલધારી સોસાયટી, ભરતનગર) પાસેથી  રૂ.૩૦,૦૦ દસ ઉચા વ્યાજે લીધા હતા.અને જયશભાઈએ દર મહિને તેનું વ્યાજ ભરતા હતા.બાદ ગઇ સાતમ આઠમમાં સાગર આલગોતર પોતાના વ્યાજ સહીતાના કુલ રૂપીયા ૫૨,૦૦૦ આપી દેવા માટે જયેશભાઈને  ગાળો આપી જોય લેવાની તેમજ મારવાની ધમકી આપી અવાર-નવાર પઠાણી ઉઘરાણી કરી હતી. તેમજ અમારા ઘરે આવીને જયેશભાઈના પિતા પાસે પણ આ પૈસાની પઠાણી ઉઘરાણી કરતો હતી.આ પઠાણી ઉધરણીની બાઈક જયેશભાઇ નાં પિતા ભુપ્તભાઈએ પત્નીની સોનાની કાપ (બુટી) આ સાગરને આપી હતી . તેણે સોનુ બેન્કમાં મુકી રૂપીયા ૪૨,૦૦૦ ની ગોલ્ડ લોન લઇ વ્યાજ અને મુદલ રૂપીયા વસુલ કરી લીધા હતા. અને બાકી રહેલા વ્યાજ સહીતાના રૂપીયા ૧૦,૦૦૦ ની જયેશભાઈ પાસે ફોનમાં તેમજ રૂબરૂમા મળી  ગાળો આપી પૈસા નહી આપે તો જોય લેવાની અને માર મારવાની ધમકી આપી હતી.જયેશભાઇને શારીરીક અને માનસીક ત્રાસ કંટાળી મજબુર બની જયેશભાઈએ ઘરે પડેલ ઝેરી દવા પી લીધી હતી. દરમિયાનમાં જયેશભાઈને સારવાર માટે હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા.જ્યાં જયેશભાઈનું મોત નિપજ્યું હતું.આ બનાવ સંદર્ભે મૃતકના પિતા ભુપતભાઈ વેલજીભાઈ મકવાણાએ સાગર વિરુદ્ધ વરતેજ પોલીસ મથકમા નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *