લવ એન્ડ વોરનો સેટ ધોવાઈ જતાં શૂટિંગમાં વિલંબ થશે

ભારે વરસાદને કારણે નુકસાન થયું. રણબીર અને આલિયાની ફિલ્મનું  શૂટિંગ  આગામી નવેમ્બરના અંતથી શરૂ થશે.

મુંબઈમાં તાજેતરનાં વરસાદી તોફાન દરમિયાન ‘લવ એન્ડ વોર’ ફિલ્મના સેટને ભારે નુકસાન થતાં આ ફિલ્મનું શૂટિંગ હવે મોડું ચાલુ થશે.હાલમાં મુંબઇમાં ભારે વરસાદના કારણે ફિલ્મનો સેટ ધ્વસ્ત  થઇ ગયો હોવાથી સેટ ફરી બનાવવો પડે તેવી પરિસ્થિતિ આવી છે અને શૂટિંગ બંધ કરવું પડયું છે. રિપોર્ટસના અનુસાર, હવે આ ફિલ્મનું શૂટિંગ નવેમ્બર અંત અથવા તો ડિસેમ્બરમાં જ શરૂ કરી શકાશે. 

સંજય લીલા ભણશાલીના દિગ્દર્શનમાં બની રહેલી ફિલ્મ ‘લવ એન્ડ વોર’માં  રણબીર કપૂર, આલિયા ભટ્ટ અને વિક્કી કૌશલ પ્રથમ વખત સાથે કામ કરી રહ્યા છે. આ ત્રણેય કલાકારો બેહદ વ્યસ્ત છે અને તેમની તારીખો એરેન્જ કરવામાં મુશ્કેલી નડી શકે છે.આ ફિલ્મ પ્રણય ત્રિકોણ પરઆધારિત હોવાનું કહેવાય છે. ફિલ્મને ૨૦૨૬ના ઇદના રિલીઝ કરવામાં આવશે. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *