મેષ : આપના કાર્યમાં સંતાનનો સાથ-સહકાર મળી રહેતા રાહત અનુભવો. મહત્વના નિર્ણય લેવામાં આપે ઉતાવળ ન કરવી.

વૃષભ : ઘરે રહો તો નોકરી-ધંધાની ચિંતા રહે અને નોકરી-ધંધે જાવ તો ઘર-પરિવારની ચિંતા રહ્યા કરે. ઉચાટ રહે.

મિથુન : નોકરી-ધંધાના કામકાજ અંગે બહાર કે બહારગામ જવાનું બને. પરદેશના કામકાજ અંગે દોડધામ-વ્યસ્તતા રહે.

કર્ક : આપના કામમાં સાનુકૂળતા મળી રહે. બેંકના, વીમા કંપનીના, શેરોના કામકાજમાં આપે ઉતાવળ કરવી નહીં.

સિંહ : આપના કામમાં વ્યસ્ત રહીને દિવસ પસાર કરી શકો. રાજકીય-સરકારી કામ થવાથી રાહત જણાય.

કન્યા : આપે ધીરજ અને શાંતિ રાખીને દિવસ પસાર કરી લેવો. આપના ગણત્રી-ધારણા પ્રમાણેનું કામકાજ થઈ શકે નહીં.

તુલા : આપના કાર્યમાં સાનુકૂળતા જણાય. સીઝનલ ધંધામાં આકસ્મિક ઘરાકી આવી જવાથી લાભ-ફાયદો મળી રહે.

વૃશ્ચિક : આપના કામકાજ અંગે વ્યસ્તતા-દોડધામ-શ્રમ જણાય. જોકે દિવસ પસાર થતો જાય તેમ આપને રાહત થતી જાય.

ધન : આપના કામની કદર-પ્રશંસા થવાથી આપનો કામ કરવાનો ઉત્સાહ વધે, બઢતી-બદલીના પ્રશ્ને પ્રગતિ જણાય.

મકર : આપના કામમાં પ્રતિકૂળતા જણાય. આપે ધીરજ રાખીને દિવસ પસાર કરી લેવો. વાહન ચલાવવામાં ધ્યાન રાખવું.

કુંભ : આપના અગત્યના કામકાજ અંગેની મિલન-મુલાકાત થઈ શકે. મહત્વના નિર્ણય લેવામાં ઉતાવળ કરવી નહીં.

મીન : આપના કાર્યમાં હરિફ વર્ગ- ઈર્ષ્યા કરનાર વર્ગનો સામનો કરવો પડે. નાંણાકીય લેવડ-દેવડની બાબતમાં સાવધાની રાખવી.