ધૂમ 3ના એક પણ કલાકારને રિપીટ નહીં કરવામાં આવે તેવી શક્યતા.

આદિત્ય ચોપરાની ધૂમ ૪ હાલ ચર્ચામાં છે. તેમજ આ ફિલ્મ નિર્માતા માટે મહત્વની હોવાથી તે અંગત રીતે રસ લઇ રહ્યો છે. રણબીર કપૂરનો ધૂમ ૪માં ચોરની ભૂમિકા ભજવવા માટે સંપર્ક કરવામાં આવ્યો છે. અભિનેતાને પણ આ પાત્ર ગમ્યું છે. આ પહેલા ધૂમ ૪ માટે શાહરૂખ ખાન, રણવીર સિંહ અને સૂર્યાના નામ પણ ચર્ચામાં હતા, પરંતુ આદિત્યને રણબીર કપૂર આ વખતે યોગ્ય લાગી રહ્યો છે. સોશિયલ મીડિયાના પોર્ટલ સાથે સંકળાયેલા એક સૂત્રે જણાવ્યુ ંહતું કે,  આદિત્ય ચોપરા ધૂમ ૪ની ફ્રેન્ચાઇઝીમાં પહેલી ત્રણ ધૂમના એક પણ કલાકારોને રિપીટ કરવા માંગતા નથી. ફિલ્મમાં બે પોલીસની ભૂમિકામાં પણ નવા કલાકારોને લેવામાં આવશે તેવી ચર્ચા છે. 

ધૂમ ૪ની સ્ક્રિપ્ટને લોક કરી દેવામાં આવી છે. જલદી જ બાકીના કલાકારોની કાસ્ટિંગ પણ શરૂ કરવામાં આવશે. ધૂમ ૪નું  શૂટિંગ ૨૦૨૫ના અંતમાં અથવા તો ૨૦૨૬ની શરૂઆતમા ંકરવામાં આવશે તેમ પણ સૂત્રે જણાવ્યું હતું.ઉલ્લેખનીય છે કે, ધૂમની પહેલાની ત્રણ પ્રેન્ચાઇઝીમાં આમિર ખાન, ઋતિક રોશન અને જોન અબ્રાહમે ચોરની ભૂમિકા ભજવી હતી. જ્યારે આમિરે તો ફિલ્મમાં ડબલ રોલ કર્યો હતો.